નાથપુરા ગામે ૮૦ જેટલા આદિવાસી ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય, વર્મીકમ્પોસ્ટ અને વિવિધ બાગાયતી યોજનાઓનું સચોટ માર્ગદર્શન અપાયું.

તારીખ ૦૫/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ભા.કૃ.અનુ.પ.-ભારતીય મૃદા અને જળ સંરક્ષણ સંસ્થાન, સંશોધન કેન્દ્ર, વાસદ દ્વારા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂત જાગૃતિ અભિયાન અને ખેડૂત ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિજાતિ ઉપ-યોજના (TSP) હેઠળ દત્તક લેવાયેલા નાથપુરા જળગ્રહણ વિસ્તારના ૬૩ પુરુષો અને ૧૭ મહિલાઓ સહિત કુલ ૮૦ જેટલા ખેડૂતો અને ગ્રામજનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમના પ્રારંભે સંશોધન કેન્દ્રના વડા ડૉ. એમ.જે. કલેઢોણકરે કેન્દ્ર દ્વારા ચાલતી આદિજાતિ ઉપ-યોજનાની વિવિધ પ્રવૃત્તિઓ અને તેની સફળતાની વિગતો આપી, ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા અને જળ સંરક્ષણની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ કેન્દ્રના વૈજ્ઞાનિકોએ જમીન સ્વાસ્થ્યનું મહત્વ, સંતુલિત ખાતર વ્યવસ્થાપન (INM), સેન્દ્રિય ખાતર અને વર્મીકમ્પોસ્ટના ઉપયોગ તેમજ જળગ્રહણ વિસ્તારને અનુરૂપ જમીન અને જળ સંરક્ષણના ઉપાયો અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે, પંચમહાલ જિલ્લાના બાગાયત અધિકારી શ્રીમતી અલ્કાબેને જિલ્લામાં કાર્યરત વિવિધ બાગાયતી યોજનાઓની માહિતી આપતા ફળ-શાકભાજીની ખેતી, મધમાખી પાલન અને બગીચા આધારિત આજીવિકાના વિકલ્પો અપનાવવા વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ઉપરાંત શુભમંગલમ ફાઉન્ડેશન (NGO)ના શ્રી સંદીપભાઈએ ઉપસ્થિત રહી સંસ્થા દ્વારા આદિવાસી ખેડૂતોના ઉત્થાન માટે થઈ રહેલા સરાહનીય પ્રયાસોને બિરદાવ્યા હતા.કાર્યક્રમના બીજા સત્રમાં કાર્યક્રમ સંયોજક ડૉ. ડી. દિનેશે ખેડૂતો સમક્ષ વર્મીકમ્પોસ્ટ બેડ તૈયાર કરવાનું પ્રાયોગિક નિદર્શન કર્યું હતું. સાથે જ તેમણે જમીનની ફળદ્રુપતા ચકાસવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી નમૂના લેવાની રીત વિશે અને સોઈલ હેલ્થ કાર્ડના ફાયદા અંગે સમજણ આપી હતી. ત્યારબાદ યોજાયેલી ખેડૂત ગોષ્ઠિમાં ખેડૂતોએ પાક, જમીન અને જળ વ્યવસ્થાપનને લગતી પોતાની મૂંઝવણો અને પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનું નિષ્ણાતો દ્વારા સ્થળ પર જ સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટેકનિકલ અધિકારી શ્રી ડી.જી. ડામોરે કર્યું હતું, જ્યારે અંતમાં સીનિયર ટેકનિકલ ઓફિસર (STO) શ્રી આનંદ કુમારે આભારવિધિ કરી હતી. કાર્યક્રમના સમાપન બાદ, સોઈલ હેલ્થ કાર્ડના વિશ્લેષણ માટે વિજ્ઞાનિકોની ટીમ દ્વારા ખેડૂતોના ખેતરોમાંથી જમીનના નમૂના એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ આયોજન થકી વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં સંતુલિત ખાતરનો ઉપયોગ, સેન્દ્રિય ખેતી અને જળ સંરક્ષણ પ્રત્યે જાગૃતિનો સંચાર થયો છે, જે આગામી સમયમાં તેમના આર્થિક ઉત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો