MORBI:મોરબી ડૉ. સંજયકુમાર નિમાવતની NIMA ગુજરાત રાજ્ય લીગલ સેલ સભ્ય તરીકે વરણી

મોરબી ના ડો. સંજયકુમાર નિમાવત નો ટુકો પરિચય જોઈએ તો તેમણે B.A.M.S. ડોક્ટર ની ડીગ્રી જામનગર ની વિશ્વ વિખ્યાત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી થી મેળવી છે. તથા તેઓએ L.L.B. કરેલ હોવાથી કાયદા ના જાણકાર પણ છે. તદુપરાંત તેઓએ BITS Pilani જેવી નામાંકિત સંસ્થા મા હોસ્પિટલ અને હેલ્થસિસ્ટમ મેનેજમેન્ટ વિષય મા M.Phil ની પદવી પણ પ્રાપ્ત કરી છે અને MSW કરી સમાજ કલ્યાણ અને સેવા ના પણ અભ્યાસુ રહ્યા છે.

તેઓના અનુભવ વિશે વાત કરીએ તો તેમણે ભાવનગર ની નામાંકિત બજરંગદાસ બાપા આરોગ્ય ધામ ના ચિફ હોસ્પીટલ એડ્મિનિસ્ટ્રેટર અને ઉદયપુર ની વિશ્વ પ્રસિદ્ધ નારાયણ સેવા સંસ્થાન ના મેડિકલ સુપરિટેન્ડેન્ટ કમ મેડીકો લીગલ કન્સલ્ટન્ટ તરીકે પણ સેવાઓ આપી છે.
હાલ તેઓ તેમના પત્ની ડો. અમીતાબેન સાથે ગુરુકૃપા હોસ્પીટલ મોરબી 2 મા પોતાના અભ્યાસ અને અનુભવો નો લાભ આપી રહ્યા છે.
થોડા સમય પહેલા જ મોરબી 2 ના નિમ્ન અને મધ્યમ વર્ગ ને પોસાય તે માટે માત્ર *50% જેટલા રાહત દરે મેડીકલ લેબોરેટરી* ની સેવા શરુ કરવામા આવી છે અને નજીક ના ભવિષ્ય મા માત્ર 50 ₹ ના ટોકન દર થી ફિઝીયોથેરાપી ની સુવિધા ઉપલબ્ધ કરવામા આવનાર છે.
તેમની N.I.M.A., ગુજરાત પ્રદેશનાં લીગલ સેલ સભ્ય તરીકે નિમણુંક થતા મોરબી જિલ્લા માટે એક ગૌરવની બાબત હોય, તેમના મિત્ર સંબંધીઓ તરફથી શુભેચ્છાઓ અને હર્ષની લાગણી વ્યક્ત થઈ રહી છે.તેમનો સંપર્ક નંબર 9979703020/7575063322 છે.












