વાત્સલ્યમ્ સમાચાર

દિપક
પટેલ-ખેરગામ
રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા પ્રથમ આમંત્રણ પત્રિકા પાવાગઢમાં અર્પણ, રિંકુ ડેરિયા બોલાવશે રમઝટ
ખેરગામ ખાતે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા આયોજિત નવરાત્રી-૨૦૨૬ની પ્રથમ આમંત્રણ પત્રિકા પાવાગઢવાળી માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી. આયોજકો દ્વારા માતાજીના આશીર્વાદ સાથે નવરાત્રી મહોત્સવના આયોજનની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે આશિષભાઈ દેસાઈ, નરેશભાઈ આહીર, તપન ગજ્જર, મસ્તાનસર વોરા સહિતના આગેવાનો પાવાગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે યોજાનારી નવરાત્રીમાં પ્રખ્યાત કલાકાર રિંકુ ડેરિયા પોતાની રમઝટ બોલાવશે, જેને લઈને ખેરગામના ગરબા રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.










