MORBI:મોરબીમાં દારૂડિયા તત્ત્વનો આતંક: મફતમાં ઠંડા પીણાં ન આપતાં વેપારીની દુકાનમાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી

MORBI:મોરબીમાં દારૂડિયા તત્ત્વનો આતંક: મફતમાં ઠંડા પીણાં ન આપતાં વેપારીની દુકાનમાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી

મોરબીના વાવડી રોડ પર આવેલા મીરા પાર્ક સોસાયટી વિસ્તારમાં નશાખોર શખ્સે વેપારીની દુકાને આતંક મચાવી તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. મફતમાં સામાન ન આપવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈને આરોપીએ વેપારી દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો હતો.

મોરબીના મીરા પાર્ક સોસાયટીમાં ‘મોમાઈ ડેરી એન્ડ બેકરી’ નામની દુકાન ચલાવતા વેપારી જયેન્દ્રગીરી પી. ગોસ્વામી તથા તેમનાં પત્ની જાગૃતિબેન દુકાને હાજર હતા. તે દરમિયાન સોસાયટીમાં જ રહેતો અશોક પરમાર નામનો શખ્સ દારૂના નશામાં ધૂત થઈને દુકાને પહોંચ્યો હતો. તેણે દુકાનદાર પાસે મફતમાં ઠંડા પીણાં (કોલ્ડડ્રિંક્સ)ની માગણી કરી હતી. વેપારીએ મફતમાં વસ્તુ આપવાનો ઇનકાર કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી માથાકૂટ શરૂ કરી હતી. આરોપીએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી છૂટા પથ્થરોના ઘા ઝીંકી દુકાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.

પોલીસની ઢીલી કામગીરી બાદ આરોપી ફરી ધોકો લઈને પહોંચ્યો:બનાવ બનતાં જ ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક ૧૧૨ નંબર પર કૉલ કરતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વેપારીએ ‘એ’ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. જોકે, પોલીસે મામલાની ગંભીરતા સમજ્યા વિના માત્ર અરજી સ્વીકારી “સાંજે જોઈ લેશું” કહી મામલો ટાળ્યો હોવાનો આક્ષેપ થયો છે.

પોલીસના ઢીલા વલણનો લાભ ઉઠાવી આરોપી અશોક પરમાર રાત્રે ફરી હાથમાં ધોકો લઈને દુકાને ધસી આવ્યો હતો. તેણે “પોલીસ મારું કંઈ નહીં બગાડી શકે” તેવી ખુલ્લેઆમ દાદાગીરી કરી વેપારી સાથે ફરી માથાકૂટ કરી હતી.

પોલીસે આરોપીને દબોચ્યો, એસપી સુધી રજૂઆત:વેપારીએ પુનઃ ૧૧૨ પર કૉલ કરી ‘એ’ ડિવિઝન પીઆઈ જાડેજાને સમગ્ર મામલાની જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આરોપી અશોક પરમારની તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ ગંભીર ઘટના અંગે મોરબી જિલ્લા પોલીસ વડા (SP) મુકેશભાઈ પટેલને પણ જાણ કરવામાં આવી છે.જાહેર રસ્તા પર વેપારીની દુકાનમાં તોડફોડ કરી ખુલ્લેઆમ કાયદો હાથમાં લેનારા અને પોલીસનો ખોફ ન રાખનારા આવા અસામાજિક તત્ત્વ સામે પોલીસ કાયદાનું કેવું ભાન કરાવે છે અને કડક કાનૂની પગલાં ભરે છે તેના પર સ્થાનિક વેપારીઓની નજર છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો