મુંદરાના ભુજપુર CHC ખાતે જિંદાલ સો લિમિટેડના સહયોગથી ૩૦ ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરાના ભુજપુર CHC ખાતે જિંદાલ સો લિમિટેડના સહયોગથી ૩૦ ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

 

મુંદરા, તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬:

 

મુંદરા તાલુકામાં ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. મુંદરા પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેક્ટર) શ્રી અભિષેક સિન્હાના માર્ગદર્શન હેઠળ તથા સમાઘોઘા સ્થિત ‘જિંદાલ સો લિમિટેડ’ કંપનીના વિશેષ સહયોગથી મુંદરા તાલુકાના ૩૦ જરૂરતમંદ ટી.બી.ના દર્દીઓ માટે પોષણયુક્ત રાશન કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ અંતર્ગત આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ભુજપુર ખાતે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રૂપે ૭ ટી.બી.ના દર્દીઓને સ્થળ પર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓની ઝડપી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે પૌષ્ટિક આહાર અતિ મહત્વનો હોઈ આપવામાં આવેલી કીટમાં ઘઉં, લોટ, ઘી, ગોળ, ચણા, મગ, તેલ, મગ દાળ અને ચોખા જેવી જરૂરી પોષ્ટિક ખાદ્યસામગ્રી સમાવિષ્ટ કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. મેહુલ બલદાણીયાએ તમામ ઉપસ્થિતોનું સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “ટી.બી.ની નિયમિત દવાની સાથે પૌષ્ટિક આહાર અત્યંત જરૂરી છે. સરકાર તરફથી ‘નિક્ષય પોષણ સહાય યોજના’ અંતર્ગત દર્દીઓના બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય જમા થાય છે ત્યારે સામાજિક જવાબદારીના ભાગરૂપે મળતી આવી રાશન કીટ દર્દીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થાય છે.”

સમગ્ર કાર્યક્રમનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધીક્ષક ડો. રતન ગઢવીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમનું સંકલન સિનિયર ટી.બી. સુપરવાઇઝર શ્રી મેઘજીભાઈ સોધમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે જિંદાલ કંપનીના એડમિન કેપ્ટન રીષભ ખન્ના, ડો. રમેશ ચાવડા, શ્રી નવનીત ચંદેરા, શ્રી પરાક્રમસિંહ તરવૈયા, શ્રી કાલિદાસ તેમજ સ્થાનિક પંચાયતના સભ્ય શ્રી ભીમસીભાઈ ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો. પૂજાબેન કથરેચાએ આભાર વિધિ કરી હતી. ટી.બી.ના દર્દીઓના સ્વાસ્થ્ય હિતાર્થે પોષણ કીટ પૂરી પાડવા બદલ આરોગ્ય વિભાગ તરફથી જિંદાલ સો લિમિટેડ કંપનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો