રાજપીપળા નગરપાલિકાની કડક કામગીરી, વર્ષોથી બંધ પડેલી લારીઓ કેબિનોના દબાણો દૂર કરાયા

રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં એકમાત્ર રાજપીપળા નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર વૈશાલી વરિયા ચાર્જ સંભાળ્યા બાદ નગરમાં ઘણા પરિવર્તન જોવા મળી રહ્યા છે નવા ચીફ ઓફિસર એ ચાર્ટ ખંભાળિયા બાદ સ્વચ્છતા અને દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

રખડતા પશુનો મુદ્દો હોય કે પછી સફાઈ નો મુદ્દો હોય અથવા તો ગેરકાયદેસર દબાણનો મુદ્દો તમામ મુદ્દે હાલ રાજપીપળા નગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને તેની અસર નગરમાં દેખાઈ પણ રહી છે
આજે રજા ના દિવસે પણ ચીફ ઓફિસર ગ્રાઉન્ડ ઉપર જોવા મળ્યા અને લાલ ટાવર આસપાસ જૂની બંધ પડેલી કેબિનોને માલિકોએ નહીં હટાવતા પાલિકાએ આ કેબિન હટાવવાની કામગીરી હાથ ધરી હતી ઉપરાંત ડસ્ટબીન નહીં રાખતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરીને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે
આ કામગીરી બાબતે ચીફ ઓફિસર વૈશાલી વરીયાએ માધ્યમઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજપીપળા નગરને સ્વચ્છ બનાવવા માટે નગરજનો અને તંત્ર બંને સાથે મળીને કામ કરવું પડશે અગાઉ સ્વચ્છતા અને દબાણ હટાવવા માટે લોકોને નોટિસ પણ આપવામાં આવી છે પરંતુ જે લોકોએ દબાણ સ્વય હટાવ્યું નથી તેની સામે પાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે રવિવારે પણ ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને સફાઈ થાય છે કે કેમ તે બાબતે અમે જાતે સ્થળ ઉપર જઈને તપાસ કરીશું.









