સ્વચ્છતા હી સેવા અંતર્ગત હમીરસર તળાવ પાસેના વોક-વે ખાતે સફાઈ અભિયાન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૯ સપ્ટેમ્બર : “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૬” મહાસફાઈ અભિયાન અંતર્ગત આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવ પાસેના વોક-વે ખાતે સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી શીતલભાઈ શાહ, ચીફ ઓફિસરશ્રી ટ્વિંકલબેન પટેલ તથા કારોબારી ચેરમેનશ્રી કમલભાઈ ગઢવીની ઉપસ્થિતિ અને સહયોગ સાથે સન્માન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, નગરપાલિકા કર્મચારીઓ તેમજ નગરજનો જોડાયા હતા.અભિયાન દરમિયાન સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી શ્રમદાન કરી વોક-વે તથા આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી અને પાર્કના પ્રવેશ વિસ્તારને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો હતો. સાથે સાથે વોકવેના સુશોભન માટે વોલ પેઇન્ટિંગ તથા ડિઝાઇનિંગનું કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

31
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો