MORBI:ચેતજો! ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા પહેલાં 100 વાર વિચારજો, મોરબીના પોલીસકર્મી પણ બન્યા સાયબર ક્રાઈમનો શિકાર

MORBI:ચેતજો! ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા પહેલાં 100 વાર વિચારજો, મોરબીના પોલીસકર્મી પણ બન્યા સાયબર ક્રાઈમનો શિકાર

મોરબી:સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ કાયદાના રક્ષકો પણ સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ રહ્યા હોવાનો કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી ગૂગલ સર્ચમાંથી કસ્ટમર કેર નંબર શોધવાની ભૂલમાં ₹94,000થી વધુની રકમ ગુમાવી બેઠા છે.

અટવાયેલી રકમ: રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી આનંદકુમાર ભીમજીભાઈ દેગામાએ ગત તા. 5 સપ્ટેમ્બરના રોજ પોતાના એક્સિસ બેંકના સેલેરી એકાઉન્ટમાંથી એસબીઆઈના કાર લોન ખાતામાં ₹15,000 ટ્રાન્સફર કર્યા હતા.

નકલી કસ્ટમર કેર: નાણાં જમા ન થતાં તેમણે સમસ્યાના ઉકેલ માટે ગૂગલ પર સર્ચ કરીને એક્સિસ બેંકના કસ્ટમર કેરનો નંબર મેળવ્યો હતો.

વિડીયો કોલ અને યુપીઆઈ ફ્રોડ: સંપર્ક કરતાં સામેવાળા ગઠિયાએ વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો હતો અને પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો. તેણે અટવાયેલા નાણાં પરત અપાવવાનું કહી ફોન-પેમાં એક યુપીઆઈ આઈડી નાખી પિનકોડ એન્ટર કરાવ્યો હતો.ખાતામાંથી રકમ ગાયબ: પ્રોસેસ પૂર્ણ થતાંની સાથે જ પોલીસકર્મીના ખાતામાંથી ₹75,655 અને ₹18,983 મળી કુલ ₹94,678 ઉપડી ગયા હતા.આસામના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં આનંદકુમારે તુરંત સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ નાણાં આસામના બારપેટા સ્થિત કેનેરા બેંકના એક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર મામલે છેતરપિંડી આચરનાર મોબાઈલ નંબર ધારકો તેમજ બેંક ખાતાધારક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

31
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો