MORBI:મોરબીમાં એ-ડિવિઝન પોલીસના બે સ્થળે દરોડા: ૩ મહિલા સહિત ૧૫ જુગારી ઝડપાયા, ₹૧.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

MORBI:મોરબીમાં એ-ડિવિઝન પોલીસના બે સ્થળે દરોડા: ૩ મહિલા સહિત ૧૫ જુગારી ઝડપાયા, ₹૧.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી:શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે મહેન્દ્રપરા અને કબીર ટેકરી વિસ્તારમાં અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૩ મહિલા સહિત કુલ ૧૫ શખ્સોને ઝડપી પાડી રોકડ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ ₹૧,૨૧,૧૯૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પહેલો દરોડો: મહેન્દ્રપરા શેરી નં. ૧૦-૧૧ વચ્ચે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મહેન્દ્રપરા વિસ્તારમાં શેરી નં. ૧૦ અને ૧૧ વચ્ચે જાહેરમાં જુગાર રમતા ૮ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ: પરેશભાઈ મનહરલાલ પાટડીયા, વિપુલભાઈ ખેંગારભાઈ ખીંટ, રમેશભાઈ દેવાભાઈ લામકા, નિતીનભાઈ નાગજીભાઈ બજાણીયા, ભાલુભાઈ રતાભાઈ ખીંટ, કાનજીભાઈ રામજીભાઈ પરમાર, રવીભાઈ દેવાભાઈ રાઠોડ અને આર્યનભાઈ ભાલુભાઈ ખીંટ.જપ્ત મુદ્દામાલ: રોકડ ₹૪૭,૯૯૦ તથા ₹૫૮,૫૦૦ની કિંમતના ૭ મોબાઈલ ફોન મળી કુલ ₹૧,૦૬,૪૯૦.

બીજો દરોડો: કબીર ટેકરી વિસ્તાર બીજી રેઈડ દરમિયાન પોલીસે કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી ૩ મહિલાઓ સહિત ૭ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા આરોપીઓ: વિશાલભાઈ ધીરજભાઈ અંગેચણીયા, શિવાભાઈ વિરજીભાઈ ડોડીયા, જયેશભાઈ શ્યામજીભાઈ અંગેચણીયા, યોગેશભાઈ મગનભાઈ વાઘાણી, અલ્પાબેન મનસુખભાઈ લાલવાણી, ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઈ અબાસણીયા અને સુનીતાબેન નીતિનભાઈ અંગેચણીયા.

જપ્ત મુદ્દામાલ: રોકડ ₹૧૪,૭૦૦.પોલીસે બંને સ્થળેથી ઝડપાયેલા તમામ ૧૫ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો