તા.૨૯.૦૯.૨૦૨૯

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં માનસિક અસ્વસ્થ મહિલાને ૧૮૧ અભયમ અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશ્રય અપાયો
દાહોદ તાલુકાના એક ગામમાંથી એક અજાણી માનસિક અસ્વસ્થ મહિલા મળી આવતા, જાગૃત નાગરિક (થર્ડ પાર્ટી) દ્વારા તેઓની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.૧૮૧ ની ટીમ તાત્કાલિક જણાવેલ સરનામે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ તથા કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર, આશરે ૩૦ વર્ષની ઉંમર ધરાવતી આ પીડિત મહિલા છેલ્લા ૩ કલાકથી તેમના ઘર આગળ બેઠી હતી. તે સતત અપશબ્દો બોલી રહી હતી અને પરિવારના સભ્યોને ઘરમાં પ્રવેશવા દેતી ન હતી.અભયમ ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ માનસિક અસ્વસ્થતાના કારણે તે પોતાનું ચોક્કસ સરનામું જણાવી શકતી ન હતી અને વારંવાર અલગ-અલગ જવાબો આપતી હતી. પીડિતાના પરિવારની કોઈ ભાળ ન મળતા, તેને લાંબા ગાળાના કાઉન્સેલિંગ, તાત્કાલિક આશ્રય અને સુરક્ષા મળી રહે તે હેતુથી સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદ ખાતે હેન્ડ ઓવર કરવામાં આવી છે. હવે ત્યાંથી પીડિતાના પરિવારની શોધખોળ કરી તેનું પુનઃમિલન કરાવવાના પ્રયાસો કરવામાં આવશે









