જિલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, કોડીનારના દ્વારા કસ્તુરબા બાલિકા વિદ્યાલય, અરણેજ ખાતે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવાનો હતો.હૃદયરોગના મુખ્ય કારણો, હૃદયને સ્વસ્થ રાખવાના ઉપાયો, સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ તથા તણાવમુક્ત જીવનશૈલી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુ પડતું મીઠું, ચરબીયુક્ત અને જંક ફૂડનું સેવન ટાળવા તેમજ ફળો, શાકભાજી અને પૌષ્ટિક આહારને દૈનિક જીવનમાં સ્થાન આપવા સમજાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થિનીઓને હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ શારીરિક પ્રવૃત્તિ કરવી, વ્યસનોથી દૂર રહેવું, સ્વસ્થ આહાર લેવો અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જોઈએ તે અંગે સમજ અપાઇ*“સ્વસ્થ હૃદય, સ્વસ્થ જીવન અને સ્વસ્થ સમાજ”*નો સંકલ્પ લીધો હતો. આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા, વોર્ડન કમ હેડ ટીચર રંજનબેન પરમાર, સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.










