રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૧૦.૨૦૨૬
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીના વિસ્તાર તરફ એક સકારાત્મક પગલું ભરતાં, પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન (PSWF) દ્વારા તાજપુરા ખાતે ૨૨ હેક્ટર વિસ્તારમાં ૨૪,૫૦૦ જેટલા છોડનું ભવ્ય વાવેતર કરવામાં આવ્યું હતું.આ સરાહનીય વૃક્ષારોપણ અભિયાનમાં પોલીકેબ કંપનીના ૨૦૦થી વધુ કર્મચારીઓ અને સ્વયંસેવકો ઉપરાંત નારાયણ આઈ હોસ્પિટલના સ્ટાફે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે સમર્થ દાદા ગુરુ મહારાજે ખાસ ઉપસ્થિત રહીને તમામ સ્વયંસેવકો અને કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે માનવ જીવનમાં વૃક્ષોના અનન્ય મહત્વ તથા પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપ્યા હતા.આ વિશાળ વૃક્ષારોપણ અભિયાન હેઠળ વિશેષરૂપે સ્થાનિક અને દેશી પ્રજાતિના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, જેનાથી આગામી સમયમાં તાજપુરા વિસ્તારને નીચે મુજબના લાંબા ગાળાના ફાયદાઓ મળશે, વિસ્તારમાં હરિયાળી વધવાની સાથે હવાની ગુણવત્તામાં સુધારો થશે,માટીનું ધોવાણ અટકાવવામાં મદદ મળશે પક્ષીઓ અને અન્ય નાના જીવો માટે સુરક્ષિત કુદરતી રહેઠાણ ઊભું થશે.સ્થાનિક છોડવાઓને કારણે વિસ્તારની જૈવવિવિધતા (Biodiversity) સમૃદ્ધ બનશે.માત્ર છોડ વાવવા પૂરતું સીમિત ન રહેતાં, વાવેતર બાદ આ તમામ ૨૪,૫૦૦ છોડના યોગ્ય સંરક્ષણ અને જાળવણી માટે પણ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. જેથી આગામી વર્ષોમાં આ પહેલ તાજપુરાને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણ-અનુકૂળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે.મુખ્ય આંકડાઓ એક નજરે વાવેતર વિસ્તાર: ૨૨ હેક્ટર કુલ છોડ: ૨૪,૫૦૦સહભાગીઓ: ૨૦૦+ કર્મચારીઓ, નારાયણ આઈ હોસ્પિટલ સ્ટાફ અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા.










