MORBI:CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

નાગરિકતા સંશોધન કાયદા(CAA) હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે અને જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ. જે. ખાચરના હસ્તે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ભારત સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા(CAA) અંતર્ગત ૨૫ લાયક અરજદારોને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં તેમના માટે આ ક્ષણ આનંદ અને ગૌરવની બની હતી સાથે દરેક અરજદારોએ મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે અને સમગ્ર મોરબી જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.












