રાજપારડીમાં મદ્રસાએ ગૌષીયાનો ઇનામી જલ્સો યોજાયો, જોયા અને માહેનૂર ખત્રીની તકરીરે જીત્યાં સૌનાં દિલ!

‎રાજપારડીમાં મદ્રસાએ ગૌષીયાનો ઇનામી જલ્સો યોજાયો, જોયા અને માહેનૂર ખત્રીની તકરીરે જીત્યાં સૌનાં દિલ!

format: 2; filter: 0; fileterIntensity: 0.0; fil: 43;zeissColor: bright;
format: 2; filter: 0; fileterIntensity: 0.0; filt: 43;zeissColor: bright;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
, icon:null, weatherInfo:100;temperature: 42;
format: 0; filter: null; fileterIntensity: null; filt;
;
format;

 

રાજપારડીમાં ધાર્મિક જ્ઞાનની મહેફિલ! મદ્રાસાના વિદ્યાર્થીઓએ રજૂ કરી સુંદર તકરીર અને નાત શરીફ

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત પટેલ નગર ખાતે મદ્રસાએ ગૌષીયા તાલીમુલ ઇસ્લામ દ્વારા વાર્ષિક ઇનામી જલ્સાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મદ્રસાના વિદ્યાર્થીઓએ પોતાની ધાર્મિક પ્રતિભા અને વક્તૃત્વ કૌશલ્યનું સુંદર પ્રદર્શન કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.

 

 

 

રાજપારડીના પટેલ નગર ખાતે યોજાયેલા આ વાર્ષિક ઇનામી જલ્સામાં મદ્રસાના તલબાઓ દ્વારા તકરીર, નાત શરીફ, મનકબત તેમજ ઇસ્લામિક સવાલ-જવાબ સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે મંચ પર આવી પોતાની રજૂઆતો કરી હતી, જેને ઉપસ્થિત શ્રોતાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી.ખાસ કરીને જોયા ખત્રી અને માહેનૂર ખત્રી દ્વારા રજૂ કરવામાં આવેલી તકરીરે સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. બંનેની સુંદર રજૂઆત અને વક્તૃત્વથી શ્રોતાઓ પ્રભાવિત થયા હતા અને તેમણે સૌના દિલ જીતી લીધા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ મદ્રસાના મુદર્રીસોનો મહત્વનો ફાળો રહ્યો હતો. વિદ્યાર્થીઓને તૈયાર કરવા, તેમને સ્ટેજ સુધી પહોંચાડવા અને માઇક પર આત્મવિશ્વાસ સાથે બોલતા કરવા માટે મુદર્રીસોએ સતત મહેનત અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.રાજપારડીના પટેલ નગર ખાતે યોજાયેલો આ વાર્ષિક ઇનામી જલ્સો વિદ્યાર્થીઓની ધાર્મિક શિક્ષણ સાથેની પ્રતિભા, આત્મવિશ્વાસ અને કૌશલ્યને પ્રદર્શિત કરતું યાદગાર આયોજન બની રહ્યો હતો.

ઈરફાન ખત્રી

રાજપારડી ‏

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો