જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય ફારૂક શેખનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય ફારૂક શેખનો ગળાફાંસો ખાઈ આપઘાત

નશાની ટેવથી કંટાળીને જીવન ટૂંકાવ્યાની પ્રાથમિક વિગતો, ભાઈની જાણના આધારે સીટી-બી ડિવિઝન પોલીસે તપાસ હાથધરી

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૨૪, જામનગરના ગુલાબનગર નજીક સંજરી ચોક વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય ફારૂક રજાકભાઈ શેખે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતકને નશાની ટેવ હોવાનું અને તેના કારણે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
બનાવ અંગે મૃતકના ભાઈ આબીદ રજાકભાઈ શેખે પોલીસને જાણ કરતાં સીટી-બી ડિવિઝન પોલીસ મથકના એસઆઈ પી.કે. વાઘેલાએ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે પોલીસે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો