નર્મદા જિલ્લાના આંગણે યોજાયો ૭૨મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, મારણને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ એવોર્ડ

નર્મદા જિલ્લાના આંગણે યોજાયો ૭૨મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, મારણને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ એવોર્ડ

 

હિન્દી બોલિવૂડ અને સાઉથ સુપરસ્ટારોનો એકતનગરમાં જમાવડો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો

 

વર્ષ ૧૯૫૪માં નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થયા બાદ પ્રથમ વખત નવી દિલ્હી બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન વિશ્વ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતે કરવામાં આવ્યું હતું સમારોહમાં બોલિવૂડ અને સાઉથ સહિતના સુપરસ્ટારો નો જમાવડો જોવા મળ્યો હતો તેમની ઝલક જોવા લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ફિલ્મ જગતમાં આગવું પ્રતિભા ધરાવતા કલાકારોને વિવિધ કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરાયા હતા જેમાં મુખ્યત્વે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ આરિ્ટકલ ૩૭૦ (હિન્દી) શ્રેષ્ઠ અભિનેતા મમ્મુટી (બ્રહ્મયુગમ – મલયાલમ) અને કારિ્તક આયર્ન (ચંદુ ચેમિ્પયન – હિન્દી) શ્રેષ્ઠ અભિનેત્રી યામી ગૌતમ (આરિ્ટકલ ૩૭૦ – હિન્દી) શ્રેષ્ઠ દિગ્દર્શન રાજકુમાર પેરીસામી (અમરન – તમિલ) શ્રેષ્ઠ લોકપિ્રય ફિલ્મ કલ્કી ૨૮૯૮ એડી (તેલુગુ) સહિત ને સન્માનિત કરાયા હતા

આપ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આ સમારોહ ગુજરાત માટે બમણી ખુશીનો પ્રસંગ છે, કારણ કે ગુજરાતી ફિલ્મ “મારન” ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે. ગુજરાતની પવિત્ર ભૂમિ પર સિનેમા જગતના અગ્રણી સર્જકોનો આ મેળાવડો ફક્ત ઉજવણી નથી, પરંતુ એક નવી સર્જનાત્મક યાત્રાની શરૂઆત છે.

 

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાયેલ ૭૨ માં ફિલ્મફેર એવોર્ડ સમારોહ સૌપ્રથમવાર દિલ્હીની બહાર યોજાયો હતો ત્યારે ગુજરાત માટે આ એક ગૌરવની ક્ષણ કહી શકાય

એકતાનગર આવેલા ફિલ્મી કલાકારોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી અને એકતાનું પ્રતીક અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા નિહાળીને ભવિભૂત થયા હતા

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો