72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળ્યો

નર્મદાના કેવડિયાના એકતાનગરમાં યોજાઈ રહેલા 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એક ગુજરાતી ફિલ્મનો જાદુ ચાલ્યો છે. અભિષેક જૈન દ્વારા દિગ્દર્શિત 2026ની ગુજરાતી ફિલ્મ મારણને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

ગુજરાતી ફિલ્મ મારણ અભિષેક જૈન દ્વારા દિગ્દર્શિત 2026ની ભારતીય ગુજરાતી થ્રિલર ડ્રામા ફિલ્મ છે જેમાં યશ સોની , દીક્ષા જોશી , શ્રુહદ ગોસ્વામી , પ્રાચી ઠાકર , તર્જની ભાડલા , અભિનય બેંકર મુખ્ય ભૂમિકા ભજવી હતી. શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે સ્ટોરી મારણ એક ઇન્ટેન્સ થ્રિલર છે, જેમાં શરૂઆતથી જ રહસ્યનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સ્ટોરીના નવા પડ ખુલતા જાય છે. દર્શકોને સતત આગળ શું થશે તેની ઉત્સુકતા રહે છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે અને દિગ્દર્શન સ્ટોરીને ઝડપથી આગળ વધારે છે, જેના કારણે ફિલ્મ ક્યાંય બિનજરૂરી રીતે લાંબી લાગતી નથી. અભિષેક જૈન ગુજરાતી સિનેમામાં અલગ પ્રકારના વિષયો પસંદ કરવા માટે જાણીતા છે. કેવી રીતે જઈશ, રૉન્ગ સાઇડ રાજુ અને વિઠ્ઠલ તીડી બાદ મારણમાં પણ તેમની અલગ વિચારસરણી જોવા મળે છે. આ ફિલ્મ દ્વારા તેમણે ફરી સાબિત કર્યું છે કે ગુજરાતી સિનેમા હવે માત્ર હળવા મનોરંજન સુધી સીમિત નથી.

ગુજરાતના એકતા નગર (કેવડિયા) ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ મુર્મૂ દ્વારા વિજેતાઓને પુરસ્કારો એનાયત કરવામાં કરાયા હતા.દક્ષિણ ભારતના એક્ટર અને KGFમાં કામ કરનાર અનંત નાગને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમણે કન્નડ, તેલુગુ અને હિન્દી સહિત 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

કાર્તિક આર્યનને ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે બેસ્ટ એક્ટર અને મામૂટીને ‘બ્રહ્મયુગ’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ‘આર્ટિકલ 370’ માટે યામી ગૌતમને બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ અપાયો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો