નવસારી: વાજબી ભાવની દુકાનોમાં આકસ્મિક તપાસમાં અનાજના જથ્થામાં ત્રણ દુકાનોમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી

વાત્સલયમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને સૂચના અનુસાર નવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ દુકાનોમાં વિવિધ અનાજના જથ્થામાં નોંધપાત્ર ઘટ-વધ તેમજ નિયમોના પાલન અંગે ગંભીર ગેરરીતિઓ સામે આવી હોવાનું જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે.

આકસ્મિક તપાસ દરમિયાન ઉદ્યોગનગર સ્થિત દીપિકા એસ. … સંચાલિત વાજબી ભાવની દુકાનમાં ઘઉંના જથ્થામાં આશરે 1,300 કિલોની ઘટ, જ્યારે ચોખાના જથ્થામાં 566.400 કિલો વધુ હોવાનું નોંધાયું હતું. આ ઉપરાંત ખાંડ, તુવેરદાળ, ચણા, ડબલ ફોર્ટિફાઇડ મીઠું, બાજરી તથા ખાદ્યતેલના જથ્થામાં પણ તફાવત નોંધાયો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. જ્યારે જલાલપોર સ્થિત રવિનભાઈ ડી. ચૌધરીયા સંચાલિત દુકાનની તપાસમાં પણ ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ, ચણા, ડબલ ફોર્ટિફાઇડ મીઠું અને બાજરીના જથ્થામાં ઘટ-વધ મળી આવી હતી. ઉપરાંત દુકાન સંચાલક દ્વારા રાખવાની થતી અન્ય વિગતો બાબતે પણ અમલવારી ન થતી હોવાનું જણાવાયું છે.તે જ રીતે કરવાડ સ્થિત શૈલેનભાઈ વી. રાણા સંચાલિત વાજબી ભાવની દુકાનમાં તપાસ દરમિયાન ઘઉંમાં 36 કિલો, ચોખામાં 16 કિલો, ખાંડમાં 8.970 કિલો તથા બાજરીમાં 12 કિલોની ઘટ નોંધાઈ હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. તપાસમાં સામે આવેલી ગેરરીતિઓ અંગે સંબંધિત દુકાન સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે. પ્રેસનોટ મુજબ સંબંધિત સંચાલકોને નિયત તારીખે હાજર રહી સ્પષ્ટતા કરવા જણાવાયું છે. ત્યારબાદ તેમની સામે નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વાજબી ભાવની દુકાનોમાં થતી અનિયમિતતાઓ સામે તંત્રની આકસ્મિક તપાસથી દુકાન સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મળવાપાત્ર અનાજમાં પારદર્શિતા અને નિયમોનું પાલન થાય તે દિશામાં આ કાર્યવાહી મહત્વપૂર્ણ બની છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો