MORBI:મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો રોકડ સાથે ઝડપાયા: એક ફરાર

MORBI:મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો રોકડ સાથે ઝડપાયા: એક ફરાર

મોરબી:તાલુકાના આમરણ ગામમાં વાણીયા શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને મોરબી તાલુકા પોલીસે રેડ દરમિયાન રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે આમરણ ગામે વાણીયા શેરીમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૭૧,૫૦૦ ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

ઝડપાયેલા આરોપીઓ:રજાકભાઇ કરીમભાઈ ચૌહાણ (રહે. આમરણ) આબેડીન ઈકબાલભાઈ બુખારી (રહે. આમરણ) કરણભાઈ પ્રભુભાઈ વરાણીયા (રહે. આમરણ) સતારમીયા અહેમદમીયા બુખારી (રહે. આમરણ) શોયેબભાઈ ઇસ્માઇલભાઈ સોલંકી (રહે. આમરણ)

ફરાર આરોપી:અસરફમીયા ગીગામીયા બુખારી (રહે. આમરણ) પોલીસે પકડાયેલા પાંચેય આરોપીઓ સહિત ફરાર શખ્સ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો