મોટા સોરવા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ


ઝઘડિયા તાલુકાના મોટા સોરવા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા સદસ્ય સંજયભાઈ શાંતિલાલ વસાવા દ્વારા તેઓના ધર્મપત્ની વર્ષાબેનના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રગતિ સાથે શાળાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે ઉત્સાહ વધે અને તેમને જરૂરી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે હેતુસર આ પહેલ કરવામાં આવી હતી. વર્ષાબેનના હસ્તે વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવતા શાળાના બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર દ્વારા આ સેવાભાવી કામગીરીને આવકારી હતી. વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી આ પહેલથી વાલીઓમાં પણ સંતોષની લાગણી જોવા મળી હતી.
તાલુકા સદસ્ય સંજયભાઈ શાંતિલાલ વસાવા દ્વારા અગાઉ પણ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક ક્ષેત્રને લગતી પ્રવૃત્તિઓમાં સહયોગ આપવામાં આવતો રહ્યો છે. ત્યારે મોટા સોરવા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરી શિક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ કામગીરી બદલ સંજયભાઈ શાંતિલાલ વસાવા અને વર્ષાબેનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી 










