વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ઉજવણી “દીવડાઓ પ્રગટાવી” ને વિકાસ ની ઉર્જા પાથરવાનો આ આનંદ …
મહીસાગર ના પ્રકૃતિ ની ખોળે વસેલા ખાનપુરતાલુકાના નેસડા ગામ ના ઘાટલા ફળીયા મા રહેતા આદીવાસી ગરીબો ના આંગણે અને લાચાર ચહેરાઓ ઉપર દેખાતા વિકાસ ના અંધારા ને ઉલેચવા કે સમજવા માટે “દીવડાઓ પ્રગટાવવા” જરૂરી હોવાની દર્દભરી કહાની..!!


આઝાદી પછી ઘાટલા ફળીયા ના બહુમતી ગરીબ આદીવાસીઓ ને નાગરિકતા અને મતદાતાઓ ના અધિકારો આપ્યા પરંતુ વિકાસ ના અધિકારો થી વંચિત કેમ રખાયા? જવાબો કોણ આપશે..!!
—મહીસાગર ના સત્તાધીશો પ્રધાનમંત્રી આવાસ યોજના ના લક્ષ્યાંકો ને પૂર્ણ કરવા માટે બેઠકો યોજતા હોય છે તો ગરીબો બાકાત કેમ રહી જાય છે.
—ઘાટલા ફળીયા મા રહેતા આ ગરીબો ના દર્દ અને મુશ્કેલીઓ ને વ્યક્ત કરવા માટે જ્યારે શબ્દો ઓછા પડતા હોય ત્યારે તંત્ર એ ઇચ્છાશક્તિઓ દેખાડવી જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ઉજવણી નિમિતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય સહાયો અર્પણ કરી ને અને સાંજ ના સમયે દીવડા પ્રગટાવી ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ઉજવણી માટે સમગ્ર સત્તાધારી ભા.જ.પ.સંગઠન અને વહીવટી તંત્ર અનેરા ઉત્સાહ સાથે વ્યસ્ત બન્યુ,આ એક આવકાર દાયક બાબત છે કે વડાપ્રધાન ના જન્મ દિવસ ની ઉજવણી કરવી એ પ્રજાજનો ના અધીકાર ની બાબત છે..!! પરંતુ સત્તાધારી ભા.જ.પ.ના ૨૫ વર્ષો ના સત્તાકાળ નો ઉજાસ અને સરકારી યોજનાઓ ના લાભો ગરીબો ના ઘરો સુધી પહોંચ્યા છે કે કેમ? આ પણ પત્રકારત્વ નો ધર્મ છે એટલા માટે કે અખબારી અહેવાલો ના માધ્યમ થી કયારેક ગામડાઓ ના અંતરીયાળ વિસ્તારો મા રહેતા અને અનેક મુશ્કેલીઓ નો સામનો કરતા ગરીબો ના મુખે કયાંક સ્મિત રેલાતુ થાય આ પત્રકારત્વ ની એક ફરજો નો ભાગ છે મહીસાગર ના ખાનપુર તાલુકા મા આવતા નેસડા ગામ ના ઘાટલા ફળીયા મા રહેતા ગરીબ રહીશો સ્વતંત્ર ભારત ના નાગરીકો અને મતદારો છે પરંતુ સરકાર ની વિકાસ વિકાસ અને વિકાસ ના તમામ દાવાઓ થી વંચિત હોવાનુ એક કડવુ સત્ય બહાર આવ્યુ છે અને ખાનપુર તાલુકા ના નેસડા ગામ ના ઘાટલા ફળીયા મા ગરીબો ના આંગણે પથરાયેલા “વિકાસ ના અંધકાર” ને જોવા માટે સત્તાધારી ભા.જ.પ.ના રાજનેતાઓ અને મહીસાગર ના વહીવટી તંત્ર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ઉજવણી પ્રસંગે આ ઘાટલા ફળીયા મા દીવડાઓ પ્રજવલ્લિત કરી ને અનેક દર્દ અને સમસ્યાઓ થી પીડાતા આ ગરીબો ના ચહેરાઓ ઉપર આનંદ નુ સ્મિત રેલાય એ રીતે સાચા અર્થ મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ઉજવણી કરી ને “સેવા મેરા અભીયાન” ના સત્ર ને સાર્થક કરવુ જોઈએ એવી એક અપીલ મા નેસડા ગામ ના ઘાટલા ફળીયા મા રહેતા ગરીબો ના દર્દ ને દૂર કરવા માટે ની અપીલ છે.
મહીસાગર ના પ્રકૃતિ ની ખોળે આવેલા ખાનપુર તાલુકા ના બાકોર પાસે આવેલા નેસડા ગામ અને આ ગામ ના ઘાટલા ફળીયા મા બહુમતી ગરીબ આદીવાસી પરીવારો વસવાટ કરે છે આઝાદી પછી ઘાટલા ફળીયા ના આ ગરીબ પરીવાર ના સદસ્યો ને નાગરિકતા અને મતદારો તરીકે ઓળખ મળી છે, પરંતુ સરકાર ની તમામ યોજનાઓ અને ગરીબો માટે ની સુવિધાઓ થી સદંતર વંચિત રાખવામાં આવ્યા છે નેસડા ગામ ના ઘાટલા ફળીયા મા વસતા આ ગરીબ પ્રજાજનો ના મુખે થી અસુવિધાઓ ના છલકતા દર્દો માટે શબ્દો પણ શોધવા પડે એવી અસહ્ય મુંઝવણો વચ્ચે એક કડવુ સત્ય એ દેખાઈ રહયુ છે કે નેસડા ગામ ના આ ઘાટલા ફળીયા મા જવા માટે સૌ•પ્રથમ તો “વિકાસ નો કોઈ રસ્તો” જ નથી માત્ર પગદંડી જેવા રસ્તા ઉપર બે•ત્રણ કિલોમીટર ચાલી ને જાવ તો આ બહુમતી ગરીબ આદીવાસી પ્રજાજનો ના ઘર સુધી પહોંચી શકાય અને ત્યારબાદ આ ગરીબો ના કાચા ઘરો ની છત ઉડી ના જાય કે વરસાદ ના કાચા ખોરડા માં ટપકે નહી આ માટે કાચા ખોરડા ની છતો ને પ્લાસ્ટીક અને પથ્થરો થી સુરક્ષીત કરવાના દ્રશ્યો જોયા પછી એવુ લાગે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ ના લાભો આ ગરીબ આદીવાસી પરીવારો સુધી પહોંચ્યા કેમ નથી સરકાર એક તરફ ગરીબો ને પણ પોતાનુ ઘર હોય ના સ્વપ્નાઓ સાકાર કરવા માટે નાણાંકીય સહાયો આપે છે,પરંતુ સરકારી તંત્ર ની ઈચ્છા શક્તિઓ ના અભાવ ના પગલે ગરીબો ના દર્દ હંમેશા છલકાતા રહે છે.નેસડા ગામ ના આ ઘાટલા ફળીયા મા સાંજ પડતા જ ચારેકોર અંધકાર પ્રસરી જાય છે.આ ફળીયા ના ગરીબ પ્રજાજનો એ વીજ થાંભલા ઉપર રહેલ લાઈટો નો ઉજાસ અંધારા ને દૂર કરી દે છે આ ઉજાસ જોવાનું પણ ગરીબો ના નસીબો મા નથી. પીવાના પાણી માટે નદી કોતરો મા ખાડાઓ ખોદી ખોદી ને એક બે ઘડા પાણી લાવવા માટે ઠેર ઠેર ભટકો ત્યારે પીવાનું પાણી ગરીબો ના નસીબો મા મળે એવી અસહય પરિસ્થિતિઓ ના દર્દો તો ખરા જ, પરંતુ અત્યંત ચોંકાવનારી આશ્ચર્યજનક ગંભીર બાબત તો એ છે કે ખાનપુર તાલુકા ના નેસડા ગામ મા આવેલા ઘાટલા ફળીયા મા રહેતા બહુમતી ગરીબ પ્રજાજનો સુધી સરકાર ની કોઈ એક યોજના કે સહાય નો લાભ પહોંચ્યો હોય એવુ આ ગરીબ પ્રજાજનો ને યાદ નથી.ત્યારે મહીસાગર ના સત્તાધીશો અને ગરીબો ના બની બેઠેલા બેલીઓ એ વડાપ્રધાન ના જન્મ દિવસ ની ખરેખર સાચા અર્થ મા ઉજવણી કરવી હોય તો નેસડા ગામ ના આ ઘાટલા ફળીયા મા જઈ ને ગરીબો ના આંગણે દીવડાઓ ના ઉજાસ પાથરવો જોઈએ અને “સેવા મેરા યોગદાન” ના અભીયાન ને સાર્થક કરવા માટે વિકાસ ના અજવાળાઓ પાથરવા જોઈએ..!!










