હાલોલમાં શ્રી દશા પોરવાડ અને શ્રીમાળી સોની સમાજ દ્વારા શ્રીમહાલક્ષ્મી માતાજીનો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૯.૨૦૨૬

શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ હાલોલ તથા શ્રીમાળી સોની સમાજના કુળ દેવી શ્રીમહાલક્ષ્મી માતાજી ના પાટોત્સવ નિમિત્તે જ્ઞાતિ સમાજના તેમજ માતાજીના ભકતો દ્વારા આજે ભાદરવા સુદ નોમ (આખો નોમ) ની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં મંદિર પરીસદ માં કરવામાં આવી હતી.શ્રીમહાલક્ષમી માતાજીનું પ્રાગટ્ય સ્થાન રાજસ્થાન ના ભીલમાલ ખાતે આવેલું છે અને આ સાથે ભાદરવા સુદ નોમ ના દિવસે પ્રાગટ્ય થયા હતા જેને લઇ ભારતભર માં વસતા માતાજીના ભક્તો આ દિવસે પ્રાગટ્ય દિન પાટઉત્સવ તરીકે તેની પૂજા અર્ચના પ્રાર્થના કરી ઉજવણી કરવામાં આવે છે શ્રી દશા પોરવાડ વણિક જ્ઞયાતિ સમાજ ના કુળ દેવી હોવાથી પ્રતિ વર્ષે ભાદરવા સુદ નોમ નાં દિવસે હાલોલ નગર સહિત પંથકમાં વસતા શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ તથા શ્રીમાળી સોની સમાજના લોકો તેમના કુળદેવી નાં પાટોત્સવની આખો નોમ ના દિવસે ઉજવણી કરે છે.જે અંતર્ગત આજરોજ રવિવાર ની વહેલી સવારથી જ માતાજીના ભકતો નગરના મધ્યમ માં ખારિકુઈ પાસે આવેલ શ્રીમહાલક્ષ્મી માતાજી ના મદિરે મોટી સંખ્યામાં ઉમટી પડી માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતાને પામ્યા હતા. આજે વહેલી સવારે માતાજીની કેસર સ્નાન બાદ પૂજા,અર્ચના કરી સવારે દસ કલાકે મંદિર પરિસર માં શ્રીયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો. જે સાંજે સાડા પાંચ કલાકે શાસ્ત્રોક વિધીવધ વેદિક મંત્રોચાર સાથે પોરવાડ જ્ઞાતિ સમાજના પ્રમુખ દિવ્યાંગભાઇ મહેતા, સંજીવભાઈ પરીખ તથા રાકેશભાઈ મહેતા, નિશાંત ગીરધરભાઈ મહેતા પરીવારે હવન કુંડમાં શ્રીફળ હોમી આહૂતિ આપી હતી. આ પ્રસંગે શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ હાલોલ તેમજ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ઉજવણી ના ભાગ રૂપે જ્ઞાતિ સમાજના લોકો એ સાંજે બ્રાહ્મણ સમાજ ની વાડીમાં સમૂહ ભોજન ( પ્રસાદી) નું આયોજન કરી આખો નોમ ની ઉજવણી કરી હતી.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો