તારીખ ૨૦/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં પોરવાડ ફળિયામાં શ્રીજી યુવક મંડળ દ્વારા ગણપતી સ્થાપનાના દિવસોમાં આજે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9 થી વધારે યુગલો એ આ નવચંડીની પૂજાપાઠ કરી હતી. છેલ્લા 40 વર્ષથી શ્રીજી યુવક મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને આજે રવિવારના માતાજીના દિવસે નવચંડી યજ્ઞ કરી આહુતિ આપી વિશ્વનું કલ્યાણ થાય દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી આજે માં ચામુંડા માની સ્થાપના કરી શાસ્ત્રોક વિધિથી બ્રાહ્મણો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી શાસ્ત્રી ચેતન્ય પુરાણી દ્વારા આ નવચંડી ને વાચા આપવામાં આવી હતી શ્રીજી યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર મંડળના આગેવાનોમાં કનૈયાભાઈ સુનિલભાઈ ચૌહાણ સંતોષભાઈ વાલા યુવક મંડળના સર્વ સભ્યોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ માતાજીની આ નવચંડી યજ્ઞ ની શ્રીફળ હોમી આહુતિ આપી હતી સમગ્ર વિસ્તારનું વાતાવરણ ખૂબ જ પવિત્ર શુદ્ધ અને ધાર્મિક બન્યું હતું.










