વિજાપુર સબ-ટ્રેઝરી કચેરી પુનઃ શરૂ કરવાની માંગ નોટરી-કોર્ટ ફી ટિકિટ અને સ્ટેમ્પ માટે વિસનગરના ધક્કા; વકીલો સહિત સામાન્ય લોકો પરેશાન

વિજાપુર સબ-ટ્રેઝરી કચેરી પુનઃ શરૂ કરવાની માંગ
નોટરી-કોર્ટ ફી ટિકિટ અને સ્ટેમ્પ માટે વિસનગરના ધક્કા; વકીલો સહિત સામાન્ય લોકો પરેશાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની સબ-ટ્રેઝરી કચેરી વહીવટી કારણોસર વિસનગર ખાતે ખસેડવામાં આવતાં વકીલો તેમજ સામાન્ય અરજદારોની મુશ્કેલીમાં વધારો થયો છે. નોટરી ટિકિટ, કોર્ટ ફી ટિકિટ અને સ્ટેમ્પ મેળવવા માટે હવે વિજાપુરથી આશરે ૩૦ કિ.મી. દૂર વિસનગર જવાની ફરજ પડી રહી છે.
 આ અંગે બાર એસોસિએશન પ્રમુખ  કૃણાલ પી બારોટે જણાવ્યું હતુંકે  ટ્રેઝરી કચેરી દ્વારા ટિકિટ મેળવવા માટે અઠવાડિયામાં માત્ર સોમવાર અને ગુરુવાર એમ બે દિવસ કામગીરી વિસનગર થી રાખવામાં આવી છે. બીજી તરફ હાલમાં ખાસ કરીને નોટરી ટિકિટની અછત હોવાથી ચલણ ભરવા જતા વકીલોને પણ મર્યાદિત સંખ્યામાં ટિકિટ મળતી હોવાથી પરિણામે વારંવાર વિસનગરના ધક્કા ખાવા પડે છે જેમાં સમય અને નાણાં બંને નો વ્યય થઈ રહ્યો છે.
ટિકિટની અછતની સીધી અસર સામાન્ય નાગરિકો પર પણ પડી રહી છે. શૈક્ષણિક સોગંદનામા માટે આવતા વિદ્યાર્થીઓ, પેન્શન તથા સહાય યોજનાઓના કામ માટે આવતી વિધવા બહેનો, ખેડૂતો તેમજ અન્ય પક્ષકારોના જરૂરી કાનૂની દસ્તાવેજોની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિજાપુર બાર એસોસિએશન દ્વારા  તાલુકા મથકે સબ-ટ્રેઝરી કચેરી તમામ જરૂરી વહીવટી સુવિધાઓ સાથે પુનઃ કાર્યરત કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ કચેરી પુનઃ શરૂ ન થાય ત્યાં સુધી વિજાપુર ખાતે જ નોટરી ટિકિટ, કોર્ટ ફી ટિકિટ અને સ્ટેમ્પ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ કરાવવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની રજૂઆત કરવામાં આવી છે.
પ્રજાહિત અને પક્ષકારોની સુવિધાને ધ્યાને લઈ આ મામલે સત્વરે હકારાત્મક નિર્ણય લેવા વિજાપુર બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા નમ્ર રજૂઆત કરવામાં આવી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો