
સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરના આલી વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે આવેલા આશિયાના કોમ્પલેક્ષમાં આજે એક બાજુની ત્રીજા માળની ગેલેરી અચાનક તૂટી પડતાં નાસભાગ મચી હતી.
ગેલેરીનો કાટમાળ નીચે પડતાં બે રિક્ષાઓને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે ગેલેરી તૂટી પડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.










