MORBI:મોરબીમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરાયું

MORBI:મોરબીમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરાયું

મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના ૨૦ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

મોરબી, તા. ૧૯ સપ્ટેમ્બર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણી અન્વયે “સેવા સંકલ્પ અભિયાન” અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અન્વયે શિક્ષણ વિભાગ, મોરબી દ્વારા શિક્ષણથી વંચિત રહેલા તથા શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે તે હેતુથી મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત, મોરબી ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લામાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા માધ્યમિક વિભાગના ૧૦ તથા પ્રાથમિક વિભાગના ૧૦ મળી કુલ ૨૦ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મહાનુભાવોના હસ્તે સન્માન સાથે શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી.

 

શિક્ષણથી વંચિત બાળકોને પુનઃ શિક્ષણની મુખ્ય ધારામાં લાવી તેમના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ સતત શિક્ષણ સાથે જોડાયેલા રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ ગરચર, કારોબારી અધ્યક્ષશ્રી મનીષભાઈ કાંજીયા, જિલ્લા શિક્ષણ સમિતિના સદસ્યશ્રી પ્રફુલાબેન મેરજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષકશ્રી ડો. સુનિલકુમાર બેરવાલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે. એમ. મોતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એન. એ. મહેતા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એમ. બી. ગાંભવા, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ સહિત શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ, સમગ્ર શિક્ષા મોરબી કચેરીના અધિકારી-કર્મચારીઓ, જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના સ્ટાફ, બીઆરસી/સીઆરસી કો-ઓર્ડિનેટરશ્રીઓ તેમજ વિવિધ શિક્ષક સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવીણભાઈ ભોરણીયા મદદનીશ જિલ્લા કોં ઓર્ડિંનેટરે કર્યું હતું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો