વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
શ્રી મુન્દ્રા ગિરિનારાયણ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા દ્વિતીય શ્રી ગણેશ મહોત્સવનું આયોજન
મુન્દ્રા: શ્રી મુન્દ્રા ગિરિનારાયણ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા સતત બીજા વર્ષે ભવ્ય શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
આ પાવન મહોત્સવનું આયોજન તા. 14/09/2026 થી 18/09/2026 દરમિયાન મુન્દ્રા ખાતે કરવામાં આવ્યું. મહોત્સવ દરમિયાન શ્રી ગણેશજીની સ્થાપના, પૂજા-અર્ચના, આરતી, અન્નકૂટ દર્શન, હવેલી સંગીત તથા ભક્તિ સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માં આવ્યું હતું
આ પ્રસંગે સમાજના તમામ ભાઈઓ-બહેનો તથા નગરપાલિકા તેમજ શહેર ભાજપ ના હોદેદારો અને ગણેશ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવની શોભા વધારી હતી.
મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા, ભાઈચારો અને ધાર્મિક-સાંસ્કૃતિક ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. આયોજન ને સફળ બનાવવા માટે હેતભાઈ ભટ્ટ, કરણભાઈ ભટ્ટ, યશભાઇ ભટ્ટ, હિતાર્થભાઈ વ્યાસ, હેમભાઈ ભટ્ટ, જયદીપભાઈ મહેતા, પાર્થભાઈ ભટ્ટ, વેદભાઈ જાની, હાર્દભાઈ ભટ્ટ તથા ધ્યેયભાઈ અધિકારી એ જહેમત ઉઠાવી હતી.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com










