વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા બારોઇ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ યોજાઇ
મુંદરા, તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬:
મુંદરા –બારોઇ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અંતર્ગત સમગ્ર શહેરમાં સઘન સફાઈ, નિયમનકારી પાલન અને જનજાગૃતિ ડ્રાઇવ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી SBM સ્ટાફ અને નગરપાલિકાના અન્ય સ્ટાફ અને નગરપાલિકાના સફાઈ કામદારોએ સાથે મળીને કર્યક્રમ સફળ બનાવ્યો હતો. બારોઈ બસ સ્ટેન્ડ, પાવાપુરી, આદર્શ ટાવર, મહેશનગર સહિતના વિસ્તારમાં આ ડ્રાઇવ દરમિયાન મુખ્ય ત્રણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મુખ્ય રસ્તાઓ એન્ટ્રી પોઈન્ટ્સ, GVP સઘન સફાઈ પ્રવૃત્તિ, GVP પોઈન્ટ્સ દુર કરી સકાઈ બાદ દવાનો છંટકાવ, પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિક જપ્તીની કડક અમલીકરણ કાર્યવાહી અને વેપારીઓને બાયોડિગ્રેડેબલ બેગના વપરાશ માટે પ્રોત્સાહન, દુકાનદારો અને વેપારીઓ સાથે સ્થળ પર સવાદ અને ડોર ટુ ડોર ની ગાડીનો યોગ્ય સમય નક્કી કરવો.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com










