MORBI:મોરબી પાલિકાના કર્મચારીઓના ઉઘરાણા મામલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગ્રાઉન્ડ ઝીરો પર

MORBI:મોરબી પાલિકાના કર્મચારીઓના ઉઘરાણા મામલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગ્રાઉન્ડ ઝીરો પર

મોરબી શહેરમાં શાકભાજી અને લીલોતરી વેચીને ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓ પાસેથી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઉઘરાણા કરવામાં આવતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ત્વરિત સંજ્ઞાન લઈ સ્થળ પર પહોંચી નાના વેપારીઓની રજૂઆતો સાંભળી હતી.

વાયરલ વીડિયોથી મામલો ગરમાયો – ગઈકાલે વાયરલ થયેલા વીડિયોમાં રોડ પર પાથરણાં પાથરીને વેપાર કરતી સ્થાનિક મહિલાઓએ પાલિકા તંત્રના કર્મચારીઓ સામે હેરાનગતિ અને ઉઘરાણાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ વીડિયોમાં એક મહિલાએ આક્રોશ સાથે “કાનાભાઈ જોડે જાવ” એવો ઉલ્લેખ પણ કર્યો હતો. સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનતા સ્થાનિક નેતૃત્વ હરકતમાં આવ્યું હતું.

ધારાસભ્યએ સ્થળ પર જઈ વેપારીઓની મુલાકાત લીધી

વીડિયો ધ્યાને આવતાં જ કાંતિભાઈ અમૃતિયા નાના ધંધાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા. તેમણે લીલું વેચતી મહિલાઓ અને નાના ફેરિયાઓ સાથે રૂબરૂ બેસીને સમગ્ર ઘટના અંગે વિગતો મેળવી હતી. મહિલાઓએ પાલિકા કર્મચારીઓ દ્વારા થતી કનડગત અંગે ખુલીને રજૂઆત કરી હતી.

ગેરરીતે લીધેલા નાણાં પરત અપાવવા નિર્દેશ

વેપારીઓની રજૂઆતને ગંભીરતાથી સાંભળ્યા બાદ કાંતિભાઈ અમૃતિયાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, જો કોઈ પણ ધંધાર્થી પાસેથી ગેરકાયદે રીતે પૈસા પડાવવામાં આવ્યા હોય તો તે તાત્કાલિક પરત અપાવવાની કાર્યવાહી કરવામાં આવે. સામાન્ય માણસો અને રોજનું કમાઈને રોજ ખાતા પરિવારોને કોઈ પણ સંજોગોમાં અન્યાય ન થવો જોઈએ તેવો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો.

પ્રજાની વચ્ચે જઈને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવાની આ પહેલથી સ્થાનિક નાના વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો