શ્રી રામદેવપીર સેવા ટ્રસ્ટ,થરા દ્વારા નવનિર્માણ પામનાર “અલખ નો ઓટલો”ખાતે આજે નેજા ઉત્સવનું આયોજન કરાયું.

શ્રી રામદેવપીર સેવા ટ્રસ્ટ,થરા દ્વારા નવનિર્માણ પામનાર “અલખ નો ઓટલો”ખાતે આજે નેજા ઉત્સવનું આયોજન કરાયું.

રણુજા પદયાત્રાએ જતા ભક્તોને રોટલો અને ઓટલો મળે તેવા ઉમદા મુખ્ય ઉદ્દેશથી ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા થી દીઓદર રોડ ઉપર નવનિર્માણ પામનાર આ જગ્યાએ સેવા કેમ્પમાં સનાતન ધર્મના પ્રચાર પ્રવૃતિ સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃતિઓ થશે જેમાં સમય જતાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે માથું ટેકવી શકે તે માટે દાતાઓના સહયોગથી શ્રી રામદેવપીર બાપાનું મંદિર પણ બનાવવામાં આવશે.ભૂમિદાતા સ્વ.છોટાભાઈ ગલાભાઈ પ્રજાપતિ,સ્વ.ડાયાભાઈ ગલાભાઈ પ્રજાપતિ, સ્વ. દેવરાજભાઈ ગલાભાઈ પ્રજાપતિના પ્રતિનિધિ પ્રજાપતિ રમેશભાઈ છોટાભાઈ ના યજમાનપદે શાસ્ત્રીજી વિજયભાઈ જોષી રૂનીવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે ૧૬/૦૭/૨૦૨૬ અષાઢી બીજના રોજ “અલખનો ઓટલો” નું ભૂમિશુદ્ધિ યજ્ઞ અને સતાધારના મહંતશ્રી વિજયબાપુના વરદ હસ્તે મળેલ ધર્મધજા આરોહણ કરવામાં આવેલ.અને આજે ભાદરવાસુદ-૯ ને રવિવાર તા. ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ટ્રસ્ટ ના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ થરા,ઉપપ્રમુખ માનસુંગભાઈ ચૌધરી અધગામ,મંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર સભ્ય જયંતિભાઈ પટેલ થરા, વાલાભાઈ પ્રજાપતિ રાજપુર, રમેશભાઈ પ્રજાપતિ રાજપુર, તખુભા વાઘેલા સહીત શ્રી રામદેવપીર ટ્રસ્ટના સર્વે સભ્યો અલખના ઓટલાના નિર્માણમાં દાન આપનાર સર્વે દાતાઓ અને ભાવિકભક્તોની હાજરીમાં ભવ્ય નેજા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્થળે કોઈ મંદિર ન હોવા છતાં પહેલી વખત ભાવિક ભક્તો દ્વારા નવ નવ નેજા ચડ્યા અને તેમાંય ઓગડ તાલુકાના રાજપુર અને ઈન્દ્રમાણા ગામોમાંથી ભકતો નેજા લઈ પગપાળા થરા આવી પહોંચતા તમામ નેજાઓનું ઢોલના તાલે ભવ્ય સામૈયુ કરી કંકુ તિલક કરી નેજા ચડાવી સમૂહ આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ ભાવિકભક્તો છુટા પડ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો