નસવાડી તાલુકા ના આમરોલી પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

મુકેશ પરમાર,,નસવાડી

નસવાડી તાલુકાના આમરોલી ગામની પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકાના 35 ગામોના મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સરકારી સેવાઓ તથા કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો.આ સેવાસેતુ કાર્યક્રમમાં આવક, જાતિ અને રહેઠાણના દાખલા, રેશનકાર્ડ, પેન્શન, આયુષ્માન કાર્ડ, આરોગ્ય સેવાઓ, ખેડૂતલક્ષી યોજનાઓ, મહિલા અને બાળ વિકાસની યોજનાઓ તેમજ સામાજિક સુરક્ષા સહિતની વિવિધ સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાત્ર લાભાર્થીઓને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી યોજનાકીય લાભ મેળવવામાં મદદ કરવામાં આવી હતી.આ પ્રસંગે સંખેડા વિધાન સભા ધારાસભ્ય અભેસિંહ તડવી, તાલુકા વિકાસ અધિકારી,હરિશકુમાર તલાટી, નાયબ મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ તથા પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ દિલીપ ભાઈ,જિલ્લા આદિવાસી મોરચા મંત્રી મહેશભાઈ ભીલ, સોશિયલ મીડિયા શહ કન્વીનર અલકેશ ભાઈ તડવી સરપંચ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન મામલતદાર કચેરી તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર હાજર રહી લાભાર્થીઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિવિધ વિભાગોના સ્ટોલ મારફતે લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી.સેવાસેતુ કાર્યક્રમના કારણે 35 ગામોના ગ્રામજનોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાવા પડ્યા વિના એક જ સ્થળે વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મળ્યો હતો. સ્થળ પર જ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતા લાભાર્થીઓમાં સંતોષ જોવા મળ્યો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો