દિવાળીના તહેવાર પહેલાં અરવલ્લી ફૂડ વિભાગ એક્શન મોડમાં મીઠાઈ, ફરસાણ, ઘી અને ખાદ્યતેલ સહિત કુલ 65 નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

દિવાળીના તહેવાર પહેલાં અરવલ્લી ફૂડ વિભાગ એક્શન મોડમાં મીઠાઈ, ફરસાણ, ઘી અને ખાદ્યતેલ સહિત કુલ 65 નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા

અરવલ્લી જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન લોકોને આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્યચીજોના તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર પહેલાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી શંકાસ્પદ ખાદ્યચીજોના કુલ 65 નમૂના લેવામાં આવ્યા છે.

મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડા તાલુકામાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન મીઠાઈ, ફરસાણ, ઘી, ખાદ્યતેલ સહિતની ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં મોડાસામાંથી 21, મેઘરજમાંથી 8, બાયડમાંથી 12, ધનસુરામાંથી 6 અને ભિલોડામાંથી 18 નમૂના લેવામાં આવ્યા છે.આ કામગીરી અંતર્ગત કુલ 65 નમૂનાઓ પૈકી 43 ફોર્મલ અને 22 સર્વેલન્સ નમૂનાઓ લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.આ તપાસ કામગીરીમાં ફૂડ સેફ્ટી ઓફિસર વી.એમ. બારંડા, કુંતલ પટેલ, જે.ડી. ઠાકોર તથા સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ઉષ્મા દરજી જોડાયા હતા.

આ અંગે અરવલ્લીના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ જણાવ્યું હતું કે, નમૂનાઓના પરીક્ષણ રિપોર્ટ લેબોરેટરીમાંથી નમૂના મળ્યાના 14 દિવસમાં પ્રાપ્ત થશે. ત્યારબાદ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર્વેલન્સ નમૂનો ભેળસેળયુક્ત જાહેર થાય તો પુનઃ ફોર્મલ નમૂનો લેવામાં આવે છે, જ્યારે ફોર્મલ નમૂનો નિષ્ફળ જાય તો સીધી દંડાત્મક કાર્યવાહી અથવા કોર્ટ મારફતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.દિવાળીના તહેવાર દરમિયાન ખાદ્યચીજોમાં ભેળસેળ ન થાય અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

સાબરકાંઠા બેંકની સત્તાની લડાઈમાં પરિવારવાદની ચર્ચા તેજ, મહેશ પટેલ ફરી કેન્દ્રમાં – સહકારી વર્તુળોમાં વેવાણ બાદ હવે વેવાઈને ફરી સત્તાના સિંહાસન પર બેસાડવાની તૈયારી હોવાની ચર્ચાઓ..!!!

Horoscope

Weather

વધુ વાંચો

સાબરકાંઠા બેંકની સત્તાની લડાઈમાં પરિવારવાદની ચર્ચા તેજ, મહેશ પટેલ ફરી કેન્દ્રમાં – સહકારી વર્તુળોમાં વેવાણ બાદ હવે વેવાઈને ફરી સત્તાના સિંહાસન પર બેસાડવાની તૈયારી હોવાની ચર્ચાઓ..!!!

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો