સાબરકાંઠા-અરવલ્લીના સહકારી રાજકારણમાં ગરમાવો: સાબરડેરી અને જિલ્લા સહકારી બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

સાબરકાંઠા-અરવલ્લીના સહકારી રાજકારણમાં ગરમાવો: સાબરડેરી અને જિલ્લા સહકારી બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ અચાનક નિર્ણયથી સહકારી ક્ષેત્રમાં ચર્ચાઓનો દોર શરૂ; હવે નવા ચૂંટણી કાર્યક્રમની રાહ

હિંમતનગર : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો ખેડૂતો અને પશુપાલકો સાથે સીધો સંબંધ ધરાવતી બે મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સાબરડેરી) અને સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તથા વાઇસ ચેરમેન પદની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવતાં સહકારી રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

બંને સંસ્થાઓમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની હતી. ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, ભાજપની પ્રદેશ કક્ષાએ સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી હતી. ત્યારે ચૂંટણીના ગણતરીના કલાકો પહેલાં જ ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં સહકારી ક્ષેત્રના આગેવાનો અને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

ચૂંટણી અધિકારી અને હિંમતનગર વિભાગના પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, આકસ્મિક કારણોસર ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. સાથે જ ચૂંટણીનો નવો કાર્યક્રમ નવેસરથી જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે.

ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયને પગલે બંને સંસ્થાઓમાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે તે અંગેની ઉત્સુકતા યથાવત રહી છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓને કારણે આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.

દિવાળીના તહેવારો બાદ ચૂંટણીનો નવો કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ચૂંટણી ક્યારે યોજાશે અને બંને સંસ્થાઓનું સુકાન કોના હાથમાં જશે તે અંગે હવે સૌની નજર ચૂંટણી અધિકારી દ્વારા જાહેર થનારા નવા કાર્યક્રમ પર ટકેલી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો