Rajkot: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલે ભાદર-૧ ડેમની મુલાકાત લીધી

તા.૫/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થા અને આગામી સમયની જરૂરિયાત અંગે સમીક્ષા કરી

Rajkot: જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલે આજે રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલા ભાદર-૧ ડેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સૌરાષ્ટ્રમાં પ્રવર્તમાન પાણીની માગ સામે ઉપલબ્ધ જળસંગ્રહની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.

મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને આગામી સમયમાં જળમાગને પહોંચી વળવા માટે હાથ ધરવાની થતી કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

મંત્રીશ્રીએ આ માટે અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પાણીના સુઆયોજિત વિતરણ, ઉપલબ્ધ જળસંપત્તિના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રજાજનોની જરૂરિયાતને પહોંચી વળવા સુચારૂ આયોજન ઘડવા જણાવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણી શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, સૌરાષ્ટ્ર ઝોનના ચીફ એન્જિનીયર શ્રી એસ. જી. પંડ્યા, સુપ્રિન્ટેન્ડન્ડ એન્જીનીયર શ્રી પ્રેક્ષા ગોસ્વામી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો