અંકલેશ્વર GIDC ખાતે બોઈલર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભરૂચ – મંગળવાર –  શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોઈલરોના નાયબ નિયામકની કચેરી, ભરૂચ દ્વારા અંકલેશ્વર GIDC ખાતે બોઈલર ઓપરેશન, મેન્ટેનન્સ અને સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    

    કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી બોઈલર ઉપયોગકર્તાઓ, ઓપરેટરો, એન્જિનિયરો અને ઉદ્યોગના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    કાર્યક્રમ દરમિયાન બોઈલર વિભાગના અધિકારીઓ દ્વારા બોઈલરની સુરક્ષિત કામગીરી, બોઈલર કાયદા અને નિયમોની જોગવાઈઓ તેમજ સલામતી સંબંધિત મહત્વપૂર્ણ બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બોઈલર ચલાવતી વખતે રાખવાની જરૂરી તકેદારી, સલામતી ઉપકરણોનું મહત્વ અને અકસ્માત નિવારણ માટે અપનાવવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

       આ ઉપરાંત બોઈલરમાં ઉપયોગમાં લેવાતા ફીડ વોટરની ગુણવત્તા, વોટર ટ્રીટમેન્ટ, નિયમિત જાળવણી અને નિરીક્ષણની આવશ્યકતા અંગે ટેકનિકલ માહિતી આપવામાં આવી હતી. બોઈલર અકસ્માતો અટકાવવા માટે જરૂરી સાવચેતીઓ અને પ્રાયોગિક ઉપાયો પણ સમજાવવામાં આવ્યા હતા.

          કાર્યક્રમના અંતે ઉપસ્થિત બોઈલર ઉપયોગકર્તાઓ અને ઓપરેટરોના પ્રશ્નો તથા શંકાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને તેમને બોઈલરની સલામત કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બોઈલર વિભાગ દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. 

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો