અરવલ્લી : મલાસા નજીક અકસ્માતમાં 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત – દર્શન કરી પરત ફરતા સર્જાયો અકસ્માત, પદયાત્રીઓ દાહોદ –  લુણાવાડાના હોવાનીમાહિતી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મલાસા નજીક અકસ્માતમાં 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત – દર્શન કરી પરત ફરતા સર્જાયો અકસ્માત, પદયાત્રીઓ દાહોદ –  લુણાવાડાના હોવાનીમાહિતી

ભિલોડા : ઈડર-ભિલોડા સ્ટેટ હાઈવે પર મલાસા ગામ નજીક મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. કારની અડફેટે છકડો રિક્ષા રોડ સાઈડના ખાડામાં પલટી જતાં તેમાં સવાર 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી છે.

મળતી માહિતી મુજબ, પદયાત્રીઓ અંબાજી ખાતે દર્શન કરી છકડા રિક્ષામાં દાહોદ-લુણાવાડા તરફ પોતાના વતન પરત ફરી રહ્યા હતા. દરમિયાન મલાસા નજીક કાર સાથે અકસ્માત સર્જાતા છકડો રિક્ષા પલટી મારી રોડની સાઈડમાં ખાડામાં ખાબક્યો હતો.અકસ્માતમાં 8 પદયાત્રીઓને ઈજા પહોંચી હતી, જેમાંથી 3ની ઈજા ગંભીર હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ તથા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈડર અને ભિલોડા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતની ચોક્કસ કારણો અંગે વધુ તપાસ ચાલી રહી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો