થરામાં વર્ષોની પરંપરા મુજબ જલ-જીલણી અગિયારસે ઠાકોરજીની શોભાયાત્રા નીકળી..

થરામાં વર્ષોની પરંપરા મુજબ જલ-જીલણી અગિયારસે ઠાકોરજીની શોભાયાત્રા નીકળી..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા જૂનાગામ તળમાં આવેલ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરે થી વર્ષોથી ઠાકોરજીની શોભાયાત્રા નીકળે છે.વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે આજ રોજ ભાદરવાસુદ-૧૧ ને બુધવાર તા.૨૨/૦૯/૨૦૨૬ ના રોજસવારે ૯.૧૫ કલાકે અવસર બેન્ડ ના સરણાઈ ના સૂરો વચ્ચે શ્રીરામજી મંદિરેથી જલ-ઝીલણી એકાદશીએ ઠાકોર ભગવાનની વિશાળ સંખ્યામાં શોભાયાત્રા નીકળેલ.જે નિજ મંદિરેથી નીકળી,મેઈન બજાર થઈ પ્રથમ દરબારગઢ ખાતે પહોંચતા સ્ટેટ માજી રાજવી પરિવાર ચંદ્રસિંહજી વાઘેલા, હેતકરણસિંહ (લાલભા) વાઘેલા, નગરપાલીકા પૂર્વપ્રમૂખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પ્રહલાદસિંહ વાઘેલા (દેવુભા), યશપાલસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ વાઘેલા, રવિપ્રતાપસિંહ વાઘેલા, ક્રિષ્ણપાલસિંહ વાઘેલા, બ્રીજરાજસિંહ વાઘેલા સહિત સ્ટેટમાજી રાજવી પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત બાદ દરબારગઢમાં વિસામો કરેલ.માજીરાજવી પરિવારે આરતી ઉતારી પ્રસાદ પીરસેલ ત્યાંથી શોભાયાત્રા હાઈસ્કૂલ રોડ,હાઈવે સ્થિત શ્રી બહુચર માતાજી મંદિર, તાણા રોડ થઈ અલગ અલગ સોસાયટીમાં રહેતા જોષી જગદીશભાઈ શંકરલાલ,કોટક વિજયભાઈ જયરામદાસ. અખાણી બ્રિજેશકુમાર સુરેશભાઈ, ઠક્કર ટેકચંદભાઈ હરગોવનદાસ, ઠક્કર દિનેશચંદ્ર ગિરધરલાલ ના નિવાસ સ્થાને ઠાકોરજીની પધરામણી કરી આરતી પુજન કરી જામપૂર રોડ થઈ થરા નગરની પ્રદક્ષિણા કરી નિજ મંદિરે પરત ફરેલ મંદિરે પહોંચેલ શ્રી રામજી મંદિરના પૂજારી અમરતભાઈ જોષી ના હસ્તે ભગવાન ઠાકોરજીની મહાઆરતી ઉતારેલ. આ પ્રસંગે પૂજારી આશુતોષભાઈ જોષી,ફરશુભાઈ ઠક્કર, જેન્તીભાઈ ઠક્કર,APMC થરાના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વહેપારી એસોસિએશન થરાના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર,દેશી લોહાણા મહાજન ના પ્રમુખ ગૌરવ કોટક,શ્રીમાઈ મંડળના રાજુભાઈ સોની,ગૌ ભક્ત શૈલેષભાઈ ઠક્કર (મેડિકલ), અલ્પેશભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ ઠક્કર, આર.કે. દરજી,નવીનભાઈ પ્રજાપતિ, પીન્ટુભાઈ જેન્તીભાઈ નાઈ સહિત તાણાં-થરા નગર જનો વિશાળ સંખ્યામાં શોભા યાત્રામાં જોડાયા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો