ઝઘડિયા તાલુકાના વણાકપોરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ઝઘડિયા તાલુકાના વણાકપોરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

 

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી અને તેમના નજીકના સ્થળે મળી રહે તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજે અધિકારી-કર્મચારીઓને સૂચના આપી હતી કે સેવા સેતુનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી સેવાઓ માટે દૂર સુધી ધક્કાખાવા પડે અને તેમના કામનો સમયસર નિકાલ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. દરેક વિભાગના અધિકારી અને કર્મચારીઓએ પ્રજાલક્ષી અભિગમ સાથે કામગીરી કરવા પણ તેમણે જણાવ્યું હતું.આ ઉપરાંત ડિમ્પલબેન વિક્રમસિંહ રાજે વણાકપુર ગામના આરોગ્ય સબ-સેન્ટર તથા આંગણવાડીની મુલાકાત લીધી હતી. આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા ભોજન તથા નાસ્તાની વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન, તાલુકા પંચાયત સદસ્ય અક્ષયભાઈ વસાવા, મંત્રી વિક્રમસિંહ રાજ, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ શકીલભાઈ, બક્ષીપંચ મોરચાના મંત્રી, લઘુમતી મોરચાના મહામંત્રી મહેશભાઈ, હુસેનભાઈ સહિત સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઈરફાન ખત્રી

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો