રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૯.૨૦૨૬
હાલોલ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા તથા ઉત્સવના માહોલ વચ્ચે પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે આજે મંગળવારના રોજ હાલોલના વિવિધ ગણેશ પંડાલોની રૂબરૂ મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે વિવિધ ગણેશ મંડળોના પંડાલોમાં જઈને વિઘ્નહર્તા શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તેમની સાથે હાલોલ ડિવિઝનના DYSP વી.જે. રાઠોડ તથા સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.વિવિધ ગણેશ મંડળો દ્વારા જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત તથા તેમની સાથે આવેલા પોલીસ અધિકારીઓનું સાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડાએ મંડળોના આયોજકો સાથે વાતચીત કરી શાંતિપૂર્ણ અને ઉત્સાહસભર વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.










