ચીખલી APMC ચૂંટણી સામે અપીલથી ખળભળાટ

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

અયોગ્ય લાયકાત ધરાવતા વેપારીઓને મતદાર યાદીમાં સમાવ્યાનો આક્ષેપ, ચૂંટણી રદ કરવાની માંગ

ખેરગામ/ચીખલી: ચીખલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની વેપારી વિભાગની ચૂંટણીને લઈને હવે કાયદાકીય વિવાદ ઊભો થયો છે. ખેરગામના શશીનભાઈ ધેલાભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના નિયામકશ્રી, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર સમક્ષ નિયમ-28 હેઠળ અપીલ દાખલ કરી વેપારી વિભાગની ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર વાંધા ઉઠાવવામાં આવ્યા છે.અપીલમાં વિરોધી પક્ષ તરીકે અગ્રવાલ ભરતકુમાર બાબુલાલ, નાયક નરેન્દ્રકુમાર રણછોડજી, પટેલ અંકીતકુમાર હરીશભાઈ અને શેખ ઝાકીરહુસેન નુરમહમદ સહિત સંબંધિત ચૂંટણી અધિકારીઓના નામ દર્શાવવામાં આવ્યા છે.અરજદારનો આક્ષેપ છે કે ઉપરોક્ત ચાર વેપારીઓ લાયકાત ધરાવતા ન હોવા છતાં વેપારી વિભાગની મતદાર યાદીમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયામાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અરજદાર દ્વારા આ મુદ્દે અગાઉ તા. 20-07-2026 અને 24-07-2026ના રોજ વાંધા રજૂ કરવામાં આવ્યા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે.અપીલમાં વેપારીઓની લાયકાત અંગે લાયસન્સ, સતત ત્રણ નાણાકીય વર્ષનો સમયગાળો, લાયસન્સની શરતોનું પાલન તેમજ જરૂરી ફી ભરપાઈ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. અરજદારનો દાવો છે કે આ બાબતોની યોગ્ય ચકાસણી કર્યા વગર મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી.ખાસ વાતછે કે અરજીમાં 10-09-2026ના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામને પડકારવામાં આવ્યું છે અને નિયમ-28 હેઠળ સમગ્ર વેપારી વિભાગની ચૂંટણી રદ કરવાની માંગ કરવામાં આવી છે સાથે અપીલનો અંતિમ નિર્ણયથાય ત્યાં સુધી ચૂંટણી પરિણામ પર રોક મૂકવાની પણ માંગ કરાઈ છે.હવે સમગ્ર મામલે સત્તાધિકારી દ્વારા સંબંધિત ચૂંટણી રેકોર્ડ, મતદાર યાદી અને રજૂ થયેલા વાંધાઓની તપાસ બાદ શું નિર્ણય લેવાય છે તેના પર ચીખલી APMC સાથે જોડાયેલા વેપારીઓની નજર રહેશે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો