વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

મામલતદાર અને કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી વાંસદાની કચેરી હેઠળ નવા નીમાયેલા ૭ મહેસૂલી તલાટીઓ (વર્ગ-૩) માટે સરકારશ્રીના નવા જોબચાર્ટ અનુસાર ગામ વાઈઝ હાજરીનું નવું સમયપત્રક નિયત કરવામાં આવ્યું છે. તાલુકાના તમામ સેજાના ગ્રામજનોને મહેસૂલી કામગીરીમાં કોઈ અગવડ ન પડે તે અર્થે સવારે ૧૦:૩૦ થી ૧૪:૦૦ અને બપોરે ૧૫:૦૦ થી ૧૮:૧૦ દરમિયાન તલાટીશ્રીઓની બેઠક વ્યવસ્થા અલગ અલગ દિવસે અલગ ગ્રામ પંચાયતોમાં ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત સરા સેજા માટે શ્રી સચિનકુમાર એસ. કોંકણી (મો. ૭૮૭૪૪ ૦૬૧૩૯), ભીનાર માટે સુશ્રી રીયાબેન વી. પટેલ (મો. ૯૫૭૪૬ ૭૦૮૪૯), મહુવાસ માટે સુશ્રી મનાલીકુમારી ડી. પટેલ (મો. ૬૩૫૪૦ ૮૫૬૧૦), હનુમાનબારી સેજા (મુખ્ય મથક: વાંસદા) માટે સુશ્રી મેઘાવી એસ. પટેલ (મો. ૯૪૨૯૬ ૩૬૫૨૧), કણધા સેજા (મુખ્ય મથક: વાંસદા) માટે શ્રી રાજેન્દ્રકુમાર જી. પટેલ (મો. ૯૧૦૬૭ ૨૩૧૮૫), ઉપસળ સેજા (મુખ્ય મથક: વાંસદા) માટે શ્રી અર્ચિતકુમાર એ. પટેલ તેમજ કંડોલપાડા સેજા (મુખ્ય મથક: વાંદરવેલા) માટે શ્રી કમલકુમાર એન. પટેલ (મો. ૯૦૫૪૬ ૭૫૭૬૯) ની ફાળવણી કરવામાં આવી છે. આ મુજબ લાગુ પડતા ગામોને કામકાજ અર્થે પોતાના મુખ્ય મથકમાં તલાટીશ્રીઓનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નાગરિકોની સરળતા માટે વાંસદા મામલતદારશ્રી જણાવવામાં આવ્યું છે.










