ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

ફૈઝ ખત્રી..શિનોર

આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી.જે. બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી ઋત્વિજભાઈ પટેલ સહિત જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

શિનોર તાલુકાના ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજર ચિરાયુ પટેલના સહયોગથી સાઇકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાઇકલ મળતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

શાળાથી દૂર રહેતા અને ઘરેથી પગપાળા શાળાએ આવતા વિદ્યાર્થીઓ માટે સાઇકલ મળવાથી શાળાએ આવવા-જવામાં સરળતા રહેશે. સાથે જ વિદ્યાર્થીઓના સમય અને શ્રમની પણ બચત થશે.

આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી.જે. બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી ઋત્વિજભાઈ પટેલ, શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી હિતેશ ઠાકોર, સરપંચ નિર્મલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય પ્રેમીલાબેન પટેલ સહિત જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, શાળાના શિક્ષકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજર ચિરાયુ પટેલ તથા અન્ય આગેવાનોએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

  • વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન મળે તેમજ શાળાએ આવવા-જવામાં સુવિધા પ્રાપ્ત થાય તેવા હેતુથી યોજાયેલો આ સાઇકલ વિતરણ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને પ્રેરણારૂપ બની રહ્યો હતો.
34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

Horoscope

Weather

વધુ વાંચો

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

જિલ્લા

શહેર પસંદ કરો