હિંમતનગરમાં ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં “સેવા હી સંકલ્પ અભિયાન” અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું

હિંમતનગરમાં ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં “સેવા હી સંકલ્પ અભિયાન” અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું
*
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં “સેવા હી સંકલ્પ અભિયાન” અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મોતીપુરા જંકશન પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત મોતીપુરા જંકશન પરિસરમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ પણ સફાઈ કામગીરીમાં સહભાગી બની સ્વચ્છતા પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગર શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી. તેમણે જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા તેમજ આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. તેમણે સ્વચ્છ શહેરના નિર્માણ માટે નાગરિકો અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

“સ્વચ્છ હિંમતનગર – સ્વસ્થ હિંમતનગર”ના સંકલ્પ સાથે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વચ્છતા, સેવા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરુણાબેન કડિયા,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર,નગરપાલિકા દંડક શ્રી શશિકાંતભાઈ સોલંકી,નગરપાલિકા દિવાબત્તી ચેરમેન શ્રી જયેશભાઈ ભાટી, નગરપાલિકા ફાયર સ્ટેશન ચેરમેન શ્રી ધર્મરાજસિંહ દેવડા,માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી આર.ડી. ધ્રુવ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એચ.એમ. પરમાર, અગ્રણીશ્રી હિતેન્દ્રભાઈ પટેલ સહિત આગેવાનો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો