સંખેડા: કૃષ્ણપુરા નર્મદા વસાહત પ્રાથમિક શાળાનું વીજ મીટર ઉતારી લેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કૃષ્ણપુરા નર્મદા વસાહત પ્રાથમિક શાળામાં વીજ મીટર તથા વીજ વાયર ઉતારી લેવામાં આવતા શાળાના વિદ્યાર્થીઓને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, છોટાઉદેપુર દ્વારા આ મામલે MGVCLના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
શિક્ષક સંઘની રજૂઆત મુજબ કૃષ્ણપુરા નર્મદા વસાહત પ્રાથમિક શાળામાં વર્ષ 1993થી વીજ જોડાણ કાર્યરત હતું. શાળાનું વીજ મીટર કોઈપણ પ્રકારની પૂર્વ લેખિત નોટિસ કે જાણ કર્યા વગર ઉતારી લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શાળા પરિવાર દ્વારા તપાસ કરતા વીજ બિલ બાકી હોવાનું કારણ જણાવાયું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ વિભાગના તા. 19 સપ્ટેમ્બર 2007ના ઠરાવનો ઉલ્લેખ કરી જણાવ્યું છે કે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના વીજળી બિલની ચુકવણી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત વીજ વિતરણ કંપનીને કરવામાં આવે છે. આથી શાળાનું વીજ જોડાણ બંધ થવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી હોવાનો સંઘે ઉલ્લેખ કર્યો છે.
વીજ પુરવઠો બંધ હોવાથી શાળામાં પંખા અને લાઈટ ઉપરાંત ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર કામગીરી અને પીવાના પાણી માટેની મોટર સહિતની સુવિધાઓ પણ પ્રભાવિત થઈ રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ખાસ કરીને ગરમીના વાતાવરણમાં નાના બાળકોને મુશ્કેલી પડી રહી હોવાનો શિક્ષક સંઘે ઉલ્લેખ કર્યો છે.
આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા MGVCLના બોડેલી કાર્યપાલક ઈજનેરને લેખિત આવેદન આપી કૃષ્ણપુરા નર્મદા વસાહત પ્રાથમિક શાળાનું વીજ મીટર તાત્કાલિક પરત લગાવી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા માંગ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ નકલ મોકલવામાં આવી છે.
હવે શાળાનું વીજ જોડાણ ક્યારે પુનઃસ્થાપિત થાય છે અને વિદ્યાર્થીઓને વીજળીની સુવિધા ક્યારે મળે છે તે જોવું રહ્યું
રિપોર્ટર તોસીફ ખત્રી
34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

Horoscope

Weather

વધુ વાંચો

ટીમ્બરવા ગામે આવેલ શ્રી શારદા મંદિર સેકન્ડરી સ્કૂલ ખાતે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેલ્મેટ સહિત આશરે 43 સાઇકલોનું વિતરણ કરાયું

જિલ્લા

શહેર પસંદ કરો