ગરીબ દીકરીઓના પિતા માટે આશીર્વાદરૂપ બન્યો સમૂહ લગ્ન સમારોહ: અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા 13મો સમૂહ નિકાહ સમારોહ ભવ્ય રીતે સંપન્ન.

તારીખ ૨૪/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અઝીમુલ કાદરી સમૂહ લગ્નોત્સવ નુ આયોજન કરાયું હતું જેમાં ૧૫ છોકરા અને ૧૫ છોકરીઓ સમૂહ લગ્નમાં મુસ્લીમ રિતરિવાજ મુજબ નિકાહ ની રશ્મ અદા કરી લગ્નગ્રંથિથી જોડાયા હતા એક મધ્યમ અને ગરીબ દિકરીના બાપને જ્યારે પોતાની દીકરી મોટી થતા જ તેના લગ્ન ની ચિંતા કોરી ખાતી હોય છે કુ-રિવાજો,ખોટા ખર્ચા, કરી લાખો રૂપિયા નો ધુમાડો કરી દેવાના ડુંગર તળે દબાઈ જતા તે ખુબ મુશ્કેલી મા મુકાઈ જતો હોય છે ત્યારે આર્થીક પરિસ્થિતિ થી પીસાતા દિકરીના પિતા માટે આ પ્રમાણે યોજવામાં આવતા સમુહ લગ્નો ના આયોજન આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ત્યારે લગ્નમાં લખલૂટ ખર્ચને બચાવવા અને શરિયતને અનુસરી સમાજને સાચી દિશા બતાવનાર ગૌષે આઝમના વંશજો અને ખાનકાહે એહલે સુન્નતના મહાન પીર સૈયદ મોઈનબાબા ના રુહાની ફૈઝ સાથે દર વર્ષે સફળતા પૂર્વક પાડવામાં આવે છે અને દિકરા-દિકરી લગ્ન નો ભાર લઈ ફરતા પરિવાર અને કુરિવાજો દુર કરવા માટેનુ ઉત્તમ કાર્ય વર્ષો પહેલા મુસ્લીમ સમાજના હિતમાં કામ કરતી અઝીમી ફ્રેન્ડ સર્કલના યુવા મિત્રો દ્વારા સમૂહ લગ્ન આજથી બરાબર અગિયાર વર્ષ પહેલાં યોજી શરૂ કરવામાં આવ્યું હતું બેન્ડ-વાજા ડીજે પાછળ ખર્ચ નહિ કરી નાણા બાળકોના શિક્ષણ પાછળ વાપરવાનો ઉદ્દેશ થી દ્વારા સમૂહ લગ્નોના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ૧૫ જેટલાં યુગલો ને સમાજના સખી દાતાઓ તરફ થી જીવન જરૂરી વસ્તુઓ ની ભેટ લગ્ન કરનાર દિકરીઓને આપવામા આવી હતી.મહત્વની વાત એ છે કે રબ્બીઉલઆખર ઈસ્લામી માસના ૧૧માં ચાંદ જે અગ્યારમી વાળા પીરની નિસ્બત થી યોજતા આ પર્વને બરાબર બાર વર્ષ પૂરાં કર્યાં જે અત્યારે સુધી બસ્સો થી વધુ નિકાહ પઢાવી ૧૩ મોં અઝીમુલ કાદરી સમુહ લગ્નોત્સવ ભવ્યાતિભવ્ય યોજવામાં આવી રહ્યું છે તે ખૂબ સરાહનીય કાર્ય અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા કરવામાં આવી રહ્યો છે.ત્યારે આ ઉત્તમ કાર્ય બદલ ઉપસ્થિત કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, પાણી પુરવઠા ચેરમેન ગોપાલભાઈ પંચાલ, પૂર્વ ઉપપ્રમુખ તુષારભાઈ શાહ સહિત નગરપાલિકાના સભ્યો એ અઝીમી ફ્રેન્ડ સર્કલને અભિનંદન પાઠવ્યા હતા.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો