સેવા મેરા યોગદાન અંતર્ગત વિજાપુર તાલુકામાં આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

સેવા મેરા યોગદાન અંતર્ગત વિજાપુર તાલુકામાં આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
ખરોડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ, 215 લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત વિજાપુર તાલુકામાં વિવિધ સ્થળોએ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) કુકરવાડા, ખરોડ, કોલવડા તેમજ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) વિજાપુર ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
ખરોડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા કેમ્પનો પ્રારંભ જિલ્લા પંચાયત મહેસાણાના પ્રમુખ નીતિનભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન ખાસ કરીને બ્લડ પ્રેશર (બી.પી.) અને ડાયાબિટીસ સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આ સમગ્ર કેમ્પ દરમિયાન કુલ 215 લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પના આયોજનમાં ખરોડના અધિક્ષક, મેડિકલ ઓફિસર ડો. અંકિતભાઈ તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફે સક્રિય કામગીરી કરી હતી. કેમ્પનો મુખ્ય હેતુ લોકો સુધી પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા તથા બી.પી. અને ડાયાબિટીસ જેવી બિનચેપી બીમારીઓનું સમયસર નિદાન અને આરોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો હતો.
34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો