વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદ ખાતે 26 સપ્ટેમ્બરે જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ઉચ્ચ શિક્ષણ કમિશનના સંકલન હેઠળ ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિષયક સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં પોક્સો એક્ટ, બાળ સુરક્ષા, દહેજપ્રથા, કાયદાકીય જાગૃતિ તેમજ પોષણ અને સંતુલિત આહાર અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એડવોકેટ જે.સી. સોલંકીએ પોક્સો એક્ટ અંગે, જિલ્લા દહેજ પ્રતિબંધ અધિકારી રામાભાઈ કે. પટેલે દહેજપ્રથા અને બાળ સુરક્ષા અંગે, જ્યારે ડૉ. ગોવિંદકુમાર વારડેએ પોષણ અને આહાર અંગે માહિતી આપી હતી.
આચાર્ય ડૉ. નીલાબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ડૉ. અશોક વાઘેલાએ આભારવિધિ કરી હતી.









