બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ
જન સમસ્યાના સ્થળ પર નિકાલના હેતુથી છેવાડાનો એકપણ સાચો લાભાર્થી સરકારની વિવિધ યોજનાઓથી વંચિત નહિ રહે તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં સેવા સેતુ 2.1 કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
ત્યારે નેત્રંગ તાલુકાના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળાના પટાંગણમાં તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઇ વસાવાની અધ્યક્ષતામાં સેવા સેતુ 2.1(ગ્રામ્ય)કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી હરીશભાઈ પટેલ, નાયબ મામલતદાર શૈલેષભાઈ વસાવા, રિંકલબેન વસાવા, તેમજ ઉપસ્થિત મનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં 951 જેટલા જાતિ પ્રમાણપત્ર,આવકનું પ્રમાણ પત્ર, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર સહીતની નાગરિકલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી
આ સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા પંચાયત નેત્રંગ, દક્ષિણ ગુજરાત વીજ કંપની નેત્રંગ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી સહિત અન્ય વિભાગના અધિકારીઓ,પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.










