ખેરગામમાં તાલુકા કક્ષાની વકતૃત્વ અને ચિત્રકળા સ્પર્ધા યોજાઈ, આમંત્રણને લઈને સવાલો ઉઠ્યા

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

 

ખેરગામ: ‘વિકસિત ભારત 2047’ અને ‘સેવા સંકલ્પ અભિયાન 2026’ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાની વકતૃત્વ અને ચિત્રકળા સ્પર્ધાનું આયોજન તા. 26/09/2026ના રોજ જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ડો. અમિતાબેન પટેલ (જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષ) ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, નવસારીથી શ્રી મનીષભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક અધિકારી શ્રી મનીષભાઈ પરમાર, બી.આર.સી. ખેરગામના શ્રી વિજયભાઈ પટેલ, જનતા કેળવણી મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ચેરમેન શ્રી પ્રશાંતભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો તથા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત વિધિ કરવામાં આવી હતી.વકતૃત્વ અને ચિત્રકળા સ્પર્ધાનું આયોજન પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણ વિભાગમાં કરવામાં આવ્યું હતું ચિત્રકળા સ્પર્ધામાં ત્રણેય વિભાગની કુલ 49 શાળાઓના 147 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વકતૃત્વ તથા ચિત્રકળા બંને સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા. સ્પર્ધાઓમાં શિક્ષકમિત્રોએ નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જનતા માધ્યમિક શાળા, ખેરગામના સ્ટાફમિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલક મંડળનો પણ સહયોગ મળ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આમંત્રણ મુદ્દે ચર્ચા 

દરમિયાન, કાર્યક્રમમાં ખેરગામ ભાજપ સંગઠનના પ્રમુખ તથા મંત્રી તેમજ હાલના ચૂંટાયેલા જિલ્લા અને તાલુકા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાની ચર્ચા સામે આવી છે. એટલું જ નહીં, સ્થાનિક પત્રકારોને પણ કાર્યક્રમ અંગે અગાઉથી જાણ કે આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.તાલુકા કક્ષાના જાહેર શૈક્ષણિક કાર્યક્રમમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને મીડિયા પ્રતિનિધિઓને જાણ કેમ કરવામાં આવી નહીં તે અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે કાર્યક્રમના આયોજકો તરફથી શું કારણ આપવામાં આવે છે તે જોવું રહ્યું.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો