બોલ માડી અંબે જય જય અંબે : દિયોદર મીની અંબાજી સણાદર ધામ ખાતે બે લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો

પ્રતિનિધિ – દિયોદર ફોટો. અહેવાલ કલ્પેશ બારોટ
ચૌદશ અને પૂનમ બે દિવસીય મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું
પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પ દૂર દૂર થી ભક્તો પદયાત્રા પહોંચ્યા
દિયોદર તાલુકાના મીની અંબાજી તરીકે સુપ્રસિદ્ધ સણાદર ગામે અંબાજી માતાજીના મંદિરે ભાદરવી પૂનમના બે દિવસ મહામેળો ભરાયો હતો જેમાં શુક્રવારે મંદિરના મહંત અંકુશગીરી બાપુએ મહામેળાનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં શનિવારે સાંજે શાંતિમય વાતાવરણમાં મેળો સપન્ન થયો હતો બે દિવસીય મહામેળામાં ૨ લાખ થી વધુ શ્રદ્ધાળુઓ એ દૂર દૂર થી આવી દર્શન નો લાભ લીધો હતો મહામેળામાં બજરંગ ફાઉડેનશન રાજુભાઈ માળી દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લીધો હતો
રાજ્ય મંત્રી પ્રવિણભાઇ માળી મીની અંબાજી સણાદર ધામમાં દર્શન કર્યા
મીની અંબાજી સણાદર ધામમાં શ્રદ્ધાળુઓ અવરિત પ્રવાહ વચ્ચે રાજ્ય સરકાર ના મંત્રી પ્રવિણભાઇ માળી પણ દર્શન અર્થ પહોંચ્યા હતા જ્યાં માં અંબા ના ચરણો માં શીશ ઝુકાવી દર્શન નો લાભ લીધો હતો
-50,000 થી વધુ ભક્તોએ ભોજન પ્રસાદ નો લાભ લીધો
દિયોદર,ભાભર,રાધનપુર, કાંકરેજ સહિત વિસ્તાર માંથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા જ્યાં મંદિર દ્વારા ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં 50,000 હજાર થી વધુ ભક્તોએ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો










